જો વર્તમાન સરકાર જનાદેશ ગુમાવે તો સતાનું હસ્તાંતરણ સરળ નહીં હોય, બંધારણીય કટોકટી ઉભી થઈ શકે છે: 7 જજોની ચિંતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હાઈકોર્ટના સાત પૂર્વ જજોએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને સોમવારે એક પત્ર લખી તેમને સ્થાપિત લોકતંત્રની પરંપરાનું પાલન કરવા અને 2024ની લોકસભા ચૂંટણીમાં ખંડિત જનાદેશ થવાની સ્થિતિમાં નેતાઓનું ખરીદ-વેચાણ અટકાવવાના ભાગરૂૂપે ચૂંટણી પૂર્વે ગઠબંધનની સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાનો આગ્રહ કર્યો છે.
રિટાયર જજોએ ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને ચીફ ઈલેક્શન કમિશનરને આગ્રહ કર્યો છે કે, જો વર્તમાન શાસક સરકાર તેનો આદેશ ગુમાવે તો સત્તાનું સરળ ટ્રાન્સફર સુનિશ્ર્ચિત કરતાં બંધારણને જાળવે. આ પત્ર મદ્રાસ હાઈકોર્ટના છ ભૂતપૂર્વ જજો જી. એમ. અકબર અલી, અરુણા જગદીસન, ડી. હરિપરંથમન, પી.આર. શિવકુમાર, સી.ટી. સેલ્વમ, એસ. વિમલા અને પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ અંજના પ્રકાશ દ્વારા લખવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, આ એક “વાસ્તવિક ચિંતા” છે કે જો વર્તમાન શાસક સરકાર જનાદેશ ગુમાવે છે, તો સત્તાનું સ્થાનાંતરણ સરળ નહીં હોય અને બંધારણીય કટોકટી ઊભી થઈ શકે છે. ભૂતપૂર્વ જાહેર સેવકોના ’કોન્સ્ટીટ્યુશનલ કંડક્ટ ગ્રૂપ’ (બંધારણીય આચાર જૂથ-ઈઈૠ)ના 25મેના ખુલ્લા પત્ર સાથે સંમત થતાં, ભૂતપૂર્વ જજોએ કહ્યું કે, “અમે ઉપરોક્ત નિવેદનનો સ્વીકાર કરતાં તેના પરિકલ્પિત દૃશ્ર્ય સાથે સંમત થવાની ફરજ પડી છે: જો વર્તમાન સરકાર સત્તા ગુમાવશે તો ભારત રાષ્ટ્રપતિના ખભા પર મોટી જવાબદારીઓ આવશે. પત્રમાં ચીફ જસ્ટિસ અને ચીફ ઈલેક્શન કમિશનરને આ પરિસ્થિતિમાં બંધારણને જાળવી રાખવાં અને સત્તાનું સરળ ટ્રાન્સફર સુનિશ્ર્ચિત કરવા અરજી કરવામાં આવી છે કે, “અમને વિશ્ર્વાસ છે કે તે સ્થાપિત લોકશાહી પરંપરાનું પાલન કરશે અને સૌથી વધુ બેઠકો જીતનાર પ્રી-પોલ ગઠબંધનને આમંત્રિત કરશે. તેમજ હોર્સ-ટ્રેડિંગની શક્યતાઓને રોકવાનો પણ પ્રયાસ કરશે.