200 રૂપિયાના ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું
દ્વિશતાબ્દી મહોત્સવમાં મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે 11 નવેમ્બર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં વર્ચુઅલ રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ 11:15 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર હાજર શ્રદ્ધાળુઓને પણ સંબોધિત કર્યા હતા. 1824 માં સ્થાપવામાં આવેલું આ મંદિર ઘણા દાયકાઓથી ધાર્મિક અને સામાજિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો. આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.
- Advertisement -
આ નિમિત્તે આચાર્ય મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હદયપૂર્વક આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનનો પણ વિશેષ આભાર માન્યો હતો.