તહેવારોને લઈને મનપાની ફૂડ શાખા એક્શન મોડમાં જોવા મળી
હેમુ ગઢવી હોલ પાછળ ફૂડ શાખાનું ચેકિંગ: 12 કિલો વાસી ખોરાકનો નાશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં જોવા મળી રહી છે. લક્ષ્મી નગર મેઇન રોડ, નિર્મલા રોડ, રૈયા રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, તથા હેમુ ગઢવી હોલ પાછળનો હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 50 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી તથા સ્થળ પર કુલ 12 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કુલ 46 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. લક્ષ્મી નગર મેઇન રોડ, નિર્મલા રોડ, રૈયા રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, તથા હેમુ ગઢવી હોલ પાછળનો હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ (1)આનંદ ફરસાણ (નિર્મલા રોડ) – ઉપયોગમાં લેવાતા અખાદ્ય 8 લીટર દાઝીયા તેલનો સ્થળ પર નાશ (2)ઉમિયા ફરસાણ(નિર્મલા રોડ) ઉપયોગમાં લેવાતા અખાદ્ય 1.5 લીટર દાઝીયા તેલ તથા મુરલીધર ફરસાણ (હનુમાન મઢી ચોક, રૈયા રોડ) – ઉપયોગમાં લેવાતા અખાદ્ય 2.5 કિ.ગ્રા. દાઝીયા તેલ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબ કેસર પેંડા અને મિક્સ દૂધના નમૂના લેવાયા
ફૂડ શાખાએ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કેશર પેંડા (500 ગ્રામ પેક્ડ): સ્થળ- ૠૠખ સ્વીટ્સ નમકીન, મવડી બાયપાસ રોડ અને મિક્સ દૂધ (લુઝ): સ્થળ- સદગુરુ ડેરી ફાર્મ સ્વીટ્સ કોલ્ડ્રિંક્સ, અવધ રેસીડેન્સી, મવડી પાસેથી નમૂના લેવામાં આવ્યા હતા.