ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર ચાલતાં અતિથી દેવો ભવના નામથી સેવા કાર્યની ચોમેર સરાહના થઇ રહી છે. મહેશભાઇ બાટવા નામની વ્યકિતએ અનોખી પહેલ કરી અને અતિથી દેવો ભવના નામ સાથે ફોન નંબર અપીને કોઇ પણ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગા-વ્હલાઓને રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપે છે. જમવા માટે અગાઉથી ફોન કરવા જણાવ્યુ છે. આ માટે તેમને હાલ આર્થિક સહયોગની પણ જરૂર પડી રહી છે કરણ કે, એકલા હાથે ઉપાડેલા આ ભગીરથ કાર્યને બહોળો પ્રતિસાદ મળતાં તેઓ માટે આ સેવાકાર્ય મુશ્કેલ બની રહ્યું છે. સુવિધા કે સહયોગ માટે તેમનો મો.નં. 99139 21928 સંપર્ક કરવા જણાવાયું છે.
જૂનાગઢમાં અતિથિ દેવો ભવનમાં સેવાની જ્યોતિ પ્રગટી રહી છે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/09/atithi-devo-bhava.jpg)