ઓસ્ટ્રેલીયા સામે ટી20 સીરિઝ ઋષભ પંતની કરિયર માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સાથે જ સવાલ છે કે પંત અથવા કાર્તિક કોને વિકેટકીપર તરીકે ચાન્સ મળશે.

ટી20 વર્લ્ડકપ 2022 પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે એક મહત્વપૂર્ણ ટી20 સીરિઝ રમશે. આ સિરિઝથી જ ભારતની ટી20 વર્લ્ડકપ માટે પ્લેઇંગ 11 પણ તૈયાર થઈ જશે. આ સીરિઝ ટીમના એક ખેલાડી માટે પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ ખેલાડીનુ હાલમાં એશિયા કપમાં પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આવામાં આ સીરિઝ આ ખેલાડી માટે જો ખરાબ છે, તો ટી20 વર્લ્ડ કપમાં રમવું તેના માટે ઘણું મુશ્કેલ બની જશે.

આ ખેલાડીની કરિયર માટે મહત્વપૂર્ણ છે ઓસ્ટ્રેલીયા સામેની સીરિઝ
ઓસ્ટ્રેલીયા સામે 3 મેચોની ટી20 સીરિઝમાં વિકેટકીપર તરીકે ઋષભ પંત અને દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે. આ સીરિઝ ઋષભ પંત માટે ઘણી મહત્વપૂર્ણ છે. તેઓ ટી20 ફોર્મેટમાં પોતાની છાપ છોડી શક્યા નથી, આવામાં આ સીરિઝમાં તેમણે સારું પ્રદર્શન કરીને ખુદને સાબિત કરવા પડશે.

પંત અને કાર્તિકમાંથી કોને મળશે ચાન્સ?
રોહિત શર્માએ સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડ કપમાં તેમની સાથે કેએલ રાહુલ જ ઓપન કરશે, પણ સંભાવના નકારી ન શકાય કે વિરાટ કોહલી પણ રોહિત શર્મા સાથે ઓપન કરી શકે છે. પોતાની છેલ્લી ટી20માં સદી ફટકારનાર વિરાટ કોહલીને જો કેએલ રાહુલનું પ્રદર્શન ઓસ્ટ્રેલીયા સામે સારું ન રહ્યું, તો ઓપન કરવાનો અવસર મળી શકે છે. પરંતુ અત્યારે હજુ એ નક્કી નથી થયું કે વિકેટકીપર તરીકે ઋષભ પંતની પસંદગી થશે કે દિનેશ કાર્તિકની. આ ઋષભ પંતના ઓસ્ટ્રેલીયા સીરિઝ સામેના પ્રદર્શન પર નિર્ભર કરે છે.