બીટા ટેક્નોલોજીસની આલિયા CX300 એ મુસાફરોને પરિવહન કરતા પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વિમાન તરીકે ઇતિહાસ રચ્યો છે, જેણે ઇસ્ટ હેમ્પટનથી JFK સુધીની ફ્લાઇટ ફક્ત $8 માં પૂર્ણ કરી છે. આ નવીનતા ખર્ચ અને ઘોંઘાટ ઘટાડવાનું વચન આપે છે, જે ઇલેક્ટ્રિક ઉડ્ડયનના ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે.
ઈતિહાસમાં પહેલીવાર ઈલેકટ્રીક પ્લેને યાત્રીઓ સાથે હાલમાં જ ઉડાન પુરી કરી હતી. અમેરિકાની બીટા ટેકનોલોજીના ઈલેકટ્રીક પ્લેન એએલઆઈએ સીએક 300 દ્વારા ચાર યાત્રીઓને લઈને 130 કિલોમીટર ઉડાન પુરી કરાઈ હતી.
- Advertisement -
અહેવાલો મુજબ આ ઉડાન ઈસ્ટ હેમ્પ્ટનથી ન્યુયોર્કના જેએફકે એરપોર્ટ સુધી થઈ હતી અને તેમાં કુલ 30 મીનીટ લાગી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ ઉડાનનો ખર્ચ માત્ર 8 ડોલર (700 રૂપિયા) આવ્યો હતો, જયારે હેલિકોપ્ટરથી આ રૂટ નકકી કરવામાં 13 હજાર રૂપિયાથી વધુ ખર્ચ થાય છે. આ એન્જીનના અવાજ વિના અને ધુમાડા વિના ખૂબ જ સસ્તી સફર હતી. ફલાઈટમાં યાત્રી આરામથી આપસમાં વાતચીત કરી શકતા હતા અને તે પણ કોઈ અવાજ કે ધ્રુજારી વિના સંભવ હતું.
આ ઉડાનને બીટા ટેકનોલોજીના સંસ્થાપન અને સીઈઓ કાઈલ કલોકે ગત મંગળવારે ખુદે ઉડાડી હતી. કલાર્કે કહ્યું કે તેને ચાર્જ કરવામાં અને ઉડાન ભરવામાં અમને ઈંધણનો આઠ ડોલરનો ખર્ચ આવ્યો હતો. બેશક, આપે પાયલોટ અને હવાઈ જહાજ માટે પેમેન્ટ કરવું પડશે પણ તે ખૂબ જ કિફાયતી છે. એકવાર ચાર્જ અને 463 કિલોમીટર ઉડાન: આ સીએકસ-300 પ્લેનમાં રેગ્યુલર ટેક ઓફ અને લેન્ડીંગ સિસ્ટમ છે. આ વિમાન એક વાર ચાર્જ કરવા પર 463 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે.
આશા છે કે તેને વર્ષના અંત સુધીમાં અમેરિકાના રેગ્યુલેટર એફએએ (ફેડરલ એવિએશન એડમીનીસ્ટ્રેશન)થી મંજુરી મળી જશે. ત્યારબાદ આ વિમાન આમજન માટે ઉપલબ્ધ થઈ જશે. બીટા ટેકનોલોજી હવે એએલઆઈએ 250 ઈવીટીઓએલ નામનું ફલાઈંગ મશીન બનાવી રહ્યું છે, જે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે છે.