ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિરે હુતાસણીનું પ્રાગટ્ય તારીખ 13 અને ગુરુવાર સંધ્યા આરતી બાદ હુતાસણી પ્રગટાવવામાં આવશે તે પરંપરા રહી છે તે પ્રમાણે આરતી સંપન્ન થયા પછી હુતાસણી હોળી પ્રાગટ્ય થશે સાંજના સાડા સાત પછી જેની દરેકે નોંધ લેવી ગીરનાર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આગામી પૂનમના દિવસે હુતાસણી સાંજની આરતી સંપન્ન થયા પછી વિધિ વિધાનથી ઉતાસણી હોલિકાનું પૂજન કરી પૂજારીઓ દ્વારા ઉતાસણીનું પ્રાગટ્ય થશે જેમાં ભાવિક ભક્તો ઉમટી પડશે અને બીજે દિવસે ધુળેટીના દિવસે મંદિર ખાતે બપોરે મહાપ્રસાદનું પણ અનેરૂ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે જે પરંપરા રહી છે તે મુજબ હુતાસણી અને ધુળેટીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
ગિરનાર અંબાજી મંદિરે ગુરુવારે સંધ્યા આરતી બાદ 7:30 કલાકે હુતાસણી પ્રગટાવાશે
