આર્મી જવાનની અંતિમ યાત્રામાં આખુંય ગામ સ્વયંભૂ જોડાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે રહેતા મુલાળીયા વહાણભાઈ શવજીભાઈ દેશની રક્ષા કાજે આર્મીમાં ફરજ બજાવતા હતા જેમાં હાલ તેઓ જમ્મુ કાશ્મીર ખાતે દેશની સીમા પર ફરજ નિભાવતા બીમારીનો ભોગ બન્યા હતા વાઇરલ ઇન્ફેક્શનમાં બીમાર પડેલા દેશના જવાન વહાણભાઈની તબિયત વધુ ગંભીર થતા અંતે તેઓનું અવસાન થયું હતું પરંતુ દેશની સુરક્ષા કાજે સતત ખડે પગે રહેતા આર્મી જવાન ચાલુ ફરજ દરમિયાન અવસાન થતા શહીદોની બિરુદ મળ્યું હતું. અવસાન થયેલ જવાનના પાર્થિવ દેહને તેઓના વતન ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે અંતિમ વિધિ માટે લવાયો હતો જ્યાં વીર શહીદ જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી લઈ નરાળી ગામ સુધીની આ અંતિમ યાત્રામાં પરિવાર અને કુટુંબીજનો સાથે આખુંય ગામ સ્વયંભૂ જોડાયું હતું. દેશની રક્ષા માટે પોતાનો જીવ આપી દીધા છતાં ફરજ નહીં ચૂકતા આર્મી જવાનને અંતિમ યાત્રામાં આખુંય ગામ હીબકે ચડતા કરૂણ દૃશ્યો સર્જાયા હતા.



