અબુધાબીના આઈફા એવોર્ડના 22 માં સંસ્કરણનું સમાપન શનિવારે મોડી રાત્રે થયુ હતું.આ દરમ્યાન બોલીવુડની હસ્તીઓએ પોતાના પર્ફોમન્સથી લોકોને સંમોહીત કરી દીધા હતા જયારે એવોર્ડસની વાત કરવામાં આવે તો અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’એ મેદાન માર્યું હતું. પુરસ્કારોની દોડમાં તે અવ્વલ રહી હતી.
- Advertisement -
And, the IIFA Award for Best Picture goes to Shershaah. Thank you for giving us this masterpiece@karanjohar @apoorvamehta18 #ShabbirBoxwala #AjayShah #HimanshuGandhi#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt pic.twitter.com/pMCkm6qchm
— IIFA (@IIFA) June 4, 2022
- Advertisement -
‘શેરશાહ’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને વિષ્ણુ વર્ધનને સર્વશ્રેષ્ઠ નિર્દેશક નિર્દેશકનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા વિકકી કૌશલ અને અભિનેત્રી કૃતિ સેનનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનાં ખિતાબથી નવાજવામાં આવી હતી.
We're so delighted to share that #KritiSanon has won the IIFA Award for Performance in a Lead Role Female for her role in Mimi.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt pic.twitter.com/80h7Ago2uo
— IIFA (@IIFA) June 4, 2022
વિકકી કૌશલે પોતાનો એવોર્ડ દિવંગત અભિનેતા ઈરફાનખાનને સમર્પિત કર્યો હતો. શેરશાહએ સંગીત શ્રેણીમાં પણ એવોર્ડ જીત્યા હતા જેમાં સર્વશ્રેષ્ઠ ગાયક અને ગાયિકાઓનો પુરસ્કાર ઝુબીન નૌટીયાલ અને અસીસને મળ્યો હતં.
#VickyKaushal's performance in Sardar Udham was truly a remarkable one.
Congratulations on receiving the IIFA Award for Performance for a Lead Role Male.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt #ColorsTv pic.twitter.com/op4CI1dIUk
— IIFA (@IIFA) June 4, 2022
ત્રણ દિવસીય આઈફા સમારોહનું સમાપન અબુધાબીમાં યસ દ્વિપ પર યસ બે વોટર ફ્રન્ટના એતિહાદ એરીનામાં થયું હતું. આ સમારોહમાં અનુરાગ બસુને લુડો માટે સન્માન મળ્યુ હતું.
#VishnuVaradhan wins the IIFA Award for his stellar direction in the movie Shershaah.#IIFA2022 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #Sportsbuzz #EtihadArena #RajshreeElaichi #Josh #Dailyhunt pic.twitter.com/RBAZUNbJGE
— IIFA (@IIFA) June 4, 2022
આમને મળ્યા આઈફા એવોર્ડ
* વિકકી કૌશલ: ‘સરદાર ઉધમસિંહ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યા
* કૃતિ સેનન: ‘મીમી’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પસંદ કરાઈ
* પંકજ ત્રિપાઠી: ‘લુડો’ માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેતા એવોર્ડ
* અહાન શેટ્ટી: ‘તડપ’ માટે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતા
* શર્વરી વાઘ: ‘બંટી ઔર બબલી-2’ માટે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી
* જુબીન નોટીયાલ અને અસીસ કૌર: ‘શેરશાહ’ માટે સર્વશ્રેષ્ઠ ગાયક અને ગાયિકાના પુરસ્કાર વિજેતા
* કૌસર મુનીર: ‘લહેરે દો’ ગીત માટે બેસ્ટ લિરીકસનો એવોર્ડ