‘ખાસ ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા ધારાસભ્ય મેવાણીની માંગ: TRP અગ્નિકાંડની SITના વડા તરીકે નિર્લિપ્ત રાય, સુધા પાંડે અથવા સુજાતા મજુમદારની નિમણૂક કરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
- Advertisement -
રાજકોટ ગત તારીખ 15મેના રોજ નાનામવામાં આવેલ TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થાય બાદ યોગ્ય કાર્યવાહી નહીં થયાનું જણાવીને ન્યાયની માંગણી સાથે શહેરનાં ત્રિકોણબાગ ખાતે છાવણી નાખીને 72 કલાકનું ઉપવાસ આંદોલન કરનાર કોંગ્રેસ ઉપવાસ પૂર્ણ કર્યા છે આ પછી ખાસ – ખબર કાર્યાલયની મુલાકાતમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સરકાર કડક પગલાં લઈ શકી નથી અને લોકોને હાલ છાવરવામાં આવી રહ્યા છે લડત ચાલુ રાખવા નિર્ધાર કર્યા છે. આગામી તારીખ 15ના પોલીસ કમ્નિરને ઘેરાવ કરાશે અને તારીખ 25એ દૂર્ઘટનાથી પ્રથમ માસિક પુણ્યતિથી રાજકોટ બંધનું એલાન આપવામાં આવશે ખાસ-ખબરના મેનેજિંગ ડિરેક્ટર પરેશ ડોડીયાની ઉપસ્થિતિમાં જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત એ ખાસ ખબરની મુલાકાત લીધી હતી ખાસ-ખબર સાથેની વાતચીત માં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે આગામી તારીખ 15ના રોજ અને આ મામલે પોલીસ કમિશનર કચેરી સામે દેખાવો કરવામાં છીએ.
અગ્નિકાંડના પ્રકરણની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે અને તેના વડા તરીકે સુભાષ ત્રિવેદીને જવાબદારી સોંપી છે આઈપીએસ અધિકારીએ તેમની સમગ્ર કેરિયર દરમિયાન ક્યારેય એક પણ મોટા માથાની ધરપકડ કરી નથી. મોરબી બ્રિજ પ્રકરણની તપાસ પણ તેની પાસે છે 371 સાક્ષી રાખવામાં આવ્યા છે. આરોપી જયસુખ પટેલ વતી પાંચ વકીલો હાઇકોર્ટમાં સાક્ષીઓને પ્રશ્ર્ન પૂછે છે અને આ પાંચે પાંચ વકીલો તમામ 371 સાક્ષીઓની પુછપરછ કરે તો 20 વર્ષે પણ ટ્રાયલ ન થાય તેવું ઇરાદાપૂર્વક કરાયું છે જીજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે બનાવમાં આવું ન થાય તે માટે નિર્લિપ્ત રાય, સુધા પાંડે, સુજાતા મજુમદાર, જેવા અધિકારીઓને સીટના વડા તરીકે જવાબદારી સોંપવાની કોંગ્રેસની માંગણી છે જીજ્ઞેશ મેવાણી એ અંત માં જણાવ્યું હતું કે પીડિત પરિવારો 4,00,000ની સહાય મશ્કરી સમાન છે ઓછામાં ઓછી એક કરોડની સહાય આપવી જોઈએ અને આ કેસનું ઝડપી નિરાકરણ એકાદ દોઢ વર્ષમાં આવી જાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટેમાં તે ચલાવવો જોઈએ.
- Advertisement -
10 જોડી કપડાં મંગાવી લીધા- 18 દિવસથી રાજકોટમાં
સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનારી TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તેના પડઘા હજુ પણ લોકો ભૂલ્યા નથી અને લોકો દ્વારા તે ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનો માટે સહાનુભૂતિ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા જીજ્ઞેશ મેવાણી એક દિવસીય પ્રવાસ માટે રાજકોટ આવ્યા હતા અને ત્યારબાદ ઝછઙ ગેમઝોન ઘટના બાદ છેલ્લા 18 દિવસથી રાજકોટમાં રહી મૃતકો માટે એક લડત ચાલુ કરી છે આમ તેઓ એક દિવસ માટે રાજકોટમાં આવ્યા હતા પરંતુ તેમને પરિસ્થિતિનો તાગ મેળવવા 10 જોડી કપડાં મંગાવી રાજકોટમાં 18 દિવસ માટે રોકાણ કર્યું છે.
રાજકોટમાં કાર્યકરો, સામાન્ય લોકો, તંત્રીઓ વગેરેને મળ્યા- એક જ સૂર- કશું થશે નહીં- બધાને બચાવી લેવાશે
જીજ્ઞેશ મેવાણી દ્વારા રાજકોટના કાર્યકરો, સામાન્ય લોકો, તંત્રીઓ વગેરે લોકો સાથે મુલાકાત લીધી હતી અને આ ગંભીર ઘટનામાં મૃતક વ્યક્તિઓના હક માટેની વાત કરવામાં આવી હતી અને એક જ સૂર સાથે કહેવામાં આવ્યુ હતું કે સરકારથી કશું થશે નહીં અને સમગ્ર અગ્નિકાંડ મામલે ઘટનાને દબાવીને દોષિતોને બચાવી લેવામાં આવશે અને આવું થવાથી મૃતકો તથા તેના પરિવારજનો સાથે અન્યાય થશે.
સ્થાનિક કૉંગ્રેસ ઉંઘતી રહી- મેવાણીએ મામલો હાથમાં લેવો પડ્યો
TRP ગેમઝોન દુર્ઘટનામાં જ્યારે સ્થાનિક કોંગ્રેસ ઉંઘતી રહી ત્યારે જીજ્ઞેશ મેવાણી દ્વારા સમગ્ર મામલો હાથમાં લેવામાં આવ્યો અને એક નવી જ લડત ચાલુ કરવામાં આવી અને ત્રિકોણ બાગ ખાતે 3 દિવસનું આંદોલન કરી દોષિતોને સજા થાય તેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા. સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ભાજપ વિરૂદ્ધ કંઈ પણ બોલવામાં આવતું નથી કારણ કે જમીનોના ધંધામાં ભાજપ-કૉંગ્રેસના નેતાઓ ભાગીદાર છે.