28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના પાંચમા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સાંતલપુર તાલુકાના ઝઝામ ખાતે રામદેવપીર મંદિર ટાપાસરા ખાતે મુખ્ય મેહમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતરામ બાપુ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમુહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 28 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં આ પ્રસંગે આ સમુહલગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પુર્વ ધારાસભ્ય સ્વ. ભાવસિંહજી ડાયાજી રાઠોડના દીકરા કિશોરસિંહ રાઠોડ, સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર, મગનજી ઠાકોર, સદારામ હોસ્પીટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર, દિનશજી ઠાકોર, રામાજી ઠાકોર, સાધુસંતો અને કાનજીભાઈ ઠાકોર સહીત મહાનુભાવોની ઉપસ્થિતિ માં ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો. આ પ્રસંગે 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.