પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં માતાને શ્રદ્ધાંજલિ અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની મા અંબાના આજે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માં અંબાના નિજ મંદીર ખાતે વેહલી સવારથી માતાજીને ગંગાજળ દૂધ સહીતના પવિત્ર દ્રવ્યો સાથે માતાજીને વિશેષ શ્રુંગાર અને મહા આરતી આરતી સાથે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું.
તેની સાથે માતાજી સનમુખ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુની નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો સાથે માઈ ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન સાથે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાગટ્ય મહોત્સવમાં વેહલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી હતી અને માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
માં અંબાના પ્રાગટ્ય મહોત્સવ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનુ તાજેતરમાં અવસાન થયેલ હોય અને તેમને આ મહોત્સવમાં માતાજીની સાથે માતાજીને દર્શન કરવા પધારેલા સર્વે લોકોએ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને માં અંબાના દર્શન કરવા આવતા મહાનુભાવોમાં ધારાસભ્ય સંજય કોરડીયા, પ્રદિપભાઇ ખીમાણી, યોગીભાઇ પઢીયાર, શૈલેષ દવે સહિત ભાવિકોએ માતાજીના દર્શન સાથે સ્વ.હીરાબાને શ્રધાંજલી અર્પણ કરી હતી.