દુર્ગાવાહિનીનાં બહેનોએ 300 રાખડી બાંધી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહિત સોરઠમાં આજે ભાઇ બહેનાં પવિત્ર પર્વ રક્ષાબંધની ઉજવણી કરવામાં આવી હતી. શુભ મુહૂર્તમાં બહેને ભાઇને રાખડી બાંધી હતી. તેમજ ભુદેવોએ યજ્ઞોપવિત બદલી હતી. જૂનાગઢ જિલ્લામાં આસ્થા ભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રક્ષાબંધન તહેવાર વિશ્ર્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે.ચાલુ વર્ષે પણ દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. જૂનાગઢમાં એન્જિનિયર, સફાઈ કર્મચારી, પોલીસ, શ્રમિક વિસ્તાર, બિલ્ડર્સ, ઉદ્યોગપતિ, શિક્ષણવિદ સહિતની શ્રેણી મળી કુલ 60 સ્થાનો પર 300 રાખડી બાંધીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રિંકલબેન,મનીષાબેન ખોડભાયા, તૃપ્તિબેન રૂપારેલીયા, તેજસ્વીનીબેન જોશી, દ્રષ્ટિબેન જોશી, ધ્વનિબેન મહેતા, માધવીબેન સેઠિયા, પીનલબેન દણીધારીયા, માનસીબેન મારુ, ક્રિષાબેન મકવાણા, ધ્રુવીબેન રાઠોડ સહિતનાંએ જાહેમત ઉઠાવી હતી.