ચૂનારાવાડમાં ખુલ્લેઆમ દારૂ નો વેપાર
‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવી ચોંકાવનારી વિગતો
- Advertisement -
રાજકોટમાં દેશી અને ઇંગ્લીશ દારૂની રેલમછેલ થઈ છે. પોલીસ દ્રારા દારૂના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરવાનો અને ચુસ્ત દારૂબંધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હકિકત એ છે કે રાજકોટમાં ઠેર-ઠેર દેશી અને ઇંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થઈ રહ્યું છે. રાજકોટના લગભગ તમામ વિસ્તારમાં દેશી અને ઇંગ્લીશ દારૂ ખુલ્લેઆમ મળે છે. છાનેખુણે પોલીસ દ્રારા હપ્તાખોરી પણ કરવામાં આવે છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટમાં દારૂબંધી હોવાની અને બૂગલેગરો પાસેથી પોલીસ હપ્તા ન વસૂલતી હોવાની વાતો પોકળ સાબિત થઈ છે.
હજુ પણ સ્ટેટ વિજિલન્સએ જ રેઈડ કરવી પડશે? કે નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પગલાં લેશે?
રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૂનારવાડની લાખાજીરાજ શેરી નં. 3માં ધોળા દિવસે દેશી અને ઇંગ્લીશ દારૂના વેંચાણનો ધંધો ધમધમી રહ્યો છે. ખાસ-ખબરના સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ક્યાં પ્રકારે મહિલા બૂટલેગર અને તેના પરિવાર દ્વારા દેશી અને ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દેશી અને ઇંગ્લીશ દારૂનું વેંચાણ કરનારા મહિલા બૂટલેગર અને તેના પરિવાર પાસે પોલીસ પીસીઆર વાન હપ્તો ઉઘરાવવા પણ આવે છે. આ દરમિયાન મહિલા બૂટલેગર પોલીસને એ પણ કહેતા નજરે પડે છે કે, અત્યારે નહીં સાંજે લેવા આવશો. આ સમગ્ર ઘટના ખાસ-ખબરના કેમેરામાં કેદ કરવામાં આવી હોવાની પોલીસને જાણ થઈ જતા પોલીસ દ્વારા ખાસ-ખબરના પત્રકારને એક પોલીસ દ્વારા બાઇકમાં બેસી જવા કહેવામાં આવે છે પણ જ્યારે પત્રકાર પોતાની અસલ ઓળખ આપે છે ત્યારે પોલીસ દ્વારા બૂટલેગરનો બચાવ કરવાની કોશિશ કરવામાં આવે છે. ખાસ-ખબરના સમગ્ર સ્ટિંગ ઓપરેશનમાં થોરાળા પોલીસ સ્ટેશનના હદમાં આવેલા ચૂનારવાડની લાખાજીરાજ શેરી નં. 3માં ક્યાં પ્રકારે દેશી અને ઇંગ્લીશ દારૂ વેંચાઈ રહ્યું છે, ક્યાં પ્રકારે પોલીસ હપ્તો ઉઘરાવી રહી છે, ક્યાં પ્રકારે પોલીસ બૂટલેગરનો બચાવ કરી રહી છે તે તમામ દૃશ્યો જોઈ શકાય છે. આ દૃશ્યો રાજકોટના નવા સી.પી. સહિત થોરાળા વિસ્તારનાં પીઆઈ માટે શરમજનક કહી શકાય. થોડા મહિનાઓ અગાઉ સ્ટેટ વિજિલન્સ ટિમ દ્વારા રાજકોટમાં હપ્તાખોર પોલીસ તેમજ દેશી અને ઇંગ્લીશ દારૂના અડ્ડાઓ સાથે બૂટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી હતી ત્યારે સવાલ એ છે કે, ફરી એકવાર સ્ટેટ વિજિલન્સ વિભાગે જ રાજકોટમાં કાર્યવાહી કરવી પડશે કે રાજકોટનાં નવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ આ મામલે અસરકારક પગલાં લેશે?
- Advertisement -
ઈંગ્લિશ દારૂને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને બેફામ વેચાણ
વ્હાઈટનાં 1100/-
ઓલ સિઝનનાં
1100/-
મેકડોવેલ અડધું
500/-
‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશન વખતે પોલીસની ઙઈછ પણ ઘટના સ્થળે આવી હતી, રેઈડ પાડવા નહીં પરંતુ હપ્તો લેવા!!