પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા અને હાલના મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
ઝાલાવાડ પંથકની સુપ્રસિદ્ધ ભવ્ય ભાતીગળ લોકમેળાની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે આવતી કાલે સાતમ – આઠમ નિમિત્તે ભવ્ય લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવશે. ધ્રાંગધ્રા લોકમેળાના ગ્રાઉન્ડ નજીક આવેલા શીતળા માતાજીના મંદિરે શ્રાવણ સુદ સાતમના દિવસે અનેક ભક્તો વર્ષોથી દર્શને આવે છે અહી માતાજીને નેણા ફૂલા (ચાંદીની આંખો), બાજરાના લોટની કુલેર સહિતનો પ્રસાદ પણ માનતા મુજબ ચડાવે છે.
ત્યારે વર્ષોથી આ પ્રકારની પરંપરા આજે પણ યથાવત છે જ્યારે સાતમના સાંજે લોકમેળો ખુલ્લો મુકાશે. જેમાં આવતું કાલે સાંજે 5:00 વાગ્યે ધ્રાંગધ્રાની આ લોકમેળો ખુલ્લો મુકાશે જેમાં આ વર્ષે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા ખાસ ઉપસ્થિત રહેવાના હોય સાથે જ અનેક મહાનુભાવો તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે ચાર દિવસીય લોકમેળા દરમિયાન નગરપાલિકા દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે લોકગાયક તૃપ્તિબેન ગઢવી અને અંતિમ દિવસે ભજનિક વિવેક સાચલા લોકોને મેળાની સાથે ભજન અને લોકગીતોની મોજ કરાવશે ત્યારે લોકો માટે દર વર્ષ કરતા આ વર્ષે લોકમેળો અનેરો બની રહેશે તેમ મેળા કમિટીના ચેરમેન પ્રહલાદસિંહ પઢીયાર દ્વારા જણાવાયું હતું.