મોરબીના બેલા નજીક રોસાબેલા કારખાનામાં કામ કરતા શ્રમિકની અઢી વર્ષની દીકરી ગત તા. 3 મે 2018 ના રોજ પરિવાર સાથે સૂતી હતી ત્યારે નજીકમાં રહેતા સૂરજ ગોરેલાલ ચૌહાણ નામના નરાધમે બાળકીનું રાત્રીના અપહરણ કરી દુષ્કર્મ આચરી તળાવના પાણીમાં ફેંકીને હત્યા કરી હતી. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સૂરજ નામના શખ્સને પકડી પાડી તેની સામે કલમ 302, 363, 376(2), 376એબી તથા પોકસો કલમ 4,6,18 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગઈકાલે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આરોપી સૂરજને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે ભોગ બનનાર દીકરીના માતા પિતાને રૂ. 5.28 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
આખરે પરીવારને ન્યાય મળ્યો! મોરબીમાં અઢી વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને આજીવન કેદ

TAGGED:
GIRL, lifeimprisonment, morbi, rape
Follow US
Find US on Social Medias


