રેકોર્ડબ્રેક ભાવીકો મહાશિવરાત્રી પર્વમાં પધાર્યા
દિગમ્બર સાધુઓના અંગ કસરત દાવ જોવા મોટી સંખ્યામાં ભીડ
- Advertisement -
ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ ભાવિકો વતન તરફ; મધ્યરાત્રીથી બપોર સુધી શહેરના અનેક માર્ગો પર ટ્રાફીક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મીની કુંભ સમા મહાશિવરાત્રી મેળામાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક ભાવીકો પધાર્યા ચાર દિવાસના મેળામાં 16 લાખ જેટલા ભાવીકોએ મેળો માણ્યો ગઈકાલ મહા શિવરાત્રીના દિવસે ભવનાથ તળેટી વિસ્તરામાં માનવોનું કીડીયારું જોવા મળ્યું હતું અને નાગા સાધુની રવેડી જોવા ભાવીકો બપોરથી રવેડીના માર્ગ પાસે પોતાની જગ્યા રોકીને બેસી ગયા હતા અને મોડી રાત સુધી નાગા સાધુની રવેડીના દર્શન કર્યા હતા અને મધ્યરાત્રીએ શાહી સ્નાન પૂર્ણ થતા ભાવીકો વતન તરફ રવાના થયા હતા અને ભવનાથ તળેટીથી શહેરમાં ટ્રાફીક જોવા મળ્યો હતો અને બપોર સુધી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન,કાળવા ચોક અને મજેવડી દરવાજા પાસે વતન જવા લોકોની ભીડ જોવા મળી હતી જે વાહન મળે તેમાં મુસાફરી કરીને વતન તરફ રવાના થયા હતા અને મેળાની પુર્ણાહુતી થઇ હતી.
મહા શિવરાત્રીના દિવસે નાગા સાધુની રવેડી અને શાહી સ્નાનનું અનેરું મહત્વ હોય છે ત્યારે શીવ સ્વરૂપ નાગા સંન્યાસી સાધુના દર્શન કરવા દૂર દૂરથી ભાવીકો મેળામાં પધારે છે ગઈકાલ બપોરે પ્રશાશન દ્વારા રવેડી રૂટની સફાઈ કરી સ્વચ્છ કર્યો હતો અને પાણીના ટેન્કર વડે રોડ ધોવામાં આવ્યો હતો ત્યાર બાદ 9 વાગ્યા આસપાસ અગ્નિ અખાડાના ઇષ્ટદેવ ગાયત્રી માતાજીની પાલખી સાથે જુના અખાડાના ઇષ્ટદેવ ગુરુદત્તાત્રેય ભગવાન પાલખી તેમજ આહવાન અખાડાના ઇષ્ટદેવ ગણેશજીની પાલખી સાથે નાગા સાધુની રવેડી નીકળી હતી અને ભવનાથ મંદીરના પાછળના ભાગે આવેલ જુના અખાડાથી રવેડી શરુ થઇ હતી અને ભવનાથ તળેટીના મુખ્ય માર્ગો સાધુ સંતોએ બગીની જગ્યાએ ટ્રેકટર પર બેસી રવેડીમાં નીકળ્યા હતા અને આ પ્રોસેશનમાં નાગા સાધુઓએ અનેક હેરત અંગેજ અંગ કસરતના દાવ કરતા જોવા મળ્યા હતા ત્યારે ગીરનાર તળેટી હર હર મહાદેવના નાદ સાથે શીવમય બન્યું હતું.
- Advertisement -
મહા શિવરાત્રીની મધ્ય રાત્રીએ 12 વાગ્યે રવેડી ભવનાથ મંદીરે પોહચી હતી અને મંદીર પાસે આવેલ મૃગીકુંડમાં અખાડાના ઇષ્ટદેવ ગણેશજી, ગાયત્રી માતાજી અને ગુરુદત્તાત્રેય ભગવાનનું પૂજન અર્ચન આરતી ઉતારી પેહલા ઇષ્ટદેવને સ્નાન કરાવ્યા બાદ નાગા સાધુ અને સાધ્વી સહીત અખાડાના વરિષ્ઠ સંતો શાહી સ્નાનમાં જોડાયા હતા અને ત્યાર બાદ ભવનાથ મહાદેવની મહા આરતી યોજાય હતી અને તમામ સાધુ સંતોએ મહાદેવના દર્શન કરીને પોતાની જગ્યાએ ધુણી ધખાવી હતી અને મેળો પૂર્ણ થયો હતો.
મેળામાં પોલીસ તંત્ર અને પ્રશાસન ચાર દિવસ ખડેપગે રહ્યું
જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ભાવીકોએ મેળો માણ્યો હતો ત્યારે લાખોની સંખ્યામાં પધારતા ભાવીકોને કોઈ અગવડતા ન પડે તેના માટે જૂનાગઢ પોલીસ પરીવાર સતત ચુસ્ત બંદોબસ્ત જાળવીને રાઉન્ડધ ક્લોક પેટ્રોલિંગ સાથે સતત ખડેપગે જોવા મળ્યા હતા અને તેની સાથે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલીકા દ્વારા લાઈટ, પાણી અને સ્વચ્છતા બાબતે જાગૃતિ રાખીને સતત સફાઈથી લઈને તમામ સ્તરે દેખરેખ રાખી હતી આમ ભોળાનાથની કૃપાથી શાંતીપૂર્ણ માહોલમાં શિવરાત્રી મેળો પૂર્ણ થતા વહીવટી તંત્રે હાશકરો અનુભવ્યો હતો.