મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી,
- Advertisement -
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના 15 દિવસમાં આપવાની રહેશે.
આ ઉપરાંત મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ વિિંાં://ફાાત.ફાાહય.ભજ્ઞળ/ી/ફાા/ળજ્ઞબિશ-ફતતીયિમ/શમ1557232449 વાળી લીંક પર અથવા એન્ડ્રોઈડ ફોન વિિંાં://ાહફુ.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળ./તજ્ઞિંયિ/ફાાત/મયફિંશહત?શમ=ભજ્ઞળ.ળજ્ઞબિશયુય લીંક પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, આ જાહેરનામાનો અમલ 30 જુલાઈ, 2024 સુધી કરવાનો રહેશે.