સલમાન ખાનની બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ “સિકંદર”નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ થઇ ચુક્યું છે. દર્શકો ન માત્ર ફિલ્મ પરંતુ ટ્રેલરની પણ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા.
સલમાન ખાનની બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ “સિકંદર”નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ થઇ ચુક્યું છે. દર્શકો ન માત્ર ફિલ્મ પરંતુ ટ્રેલરની પણ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ડિરેક્ટર એ.આર. મુરુગાદોસ અને નિર્માતા સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મ એક ભવ્ય ફિલ્મ લાગી રહી છે. જે દર્શકોને સીટ પર ખેંચી રાખશે. આ 03.39 મિનિટના ટ્રેલરમાં, સલમાન ખાન “સિકંદર” ની ભૂમિકામાં જોવા મળે છે. સિકંદર એક મિશન પર છે. જેનાથી દુશ્મનો માટે બચવું અશક્ય લાગી રહ્યું છે. આ ફિલ્મ દ્વારા એક જબરદસ્ત સિનેમેટિક અનુભવ કરાવે છે.
- Advertisement -
ફેમિલી પેક જેવી હશે ફિલ્મ સિકંદર
ટ્રેલરની શરૂઆતથી જ, શક્તિશાળી એક્શન સિક્વન્સ, મજબુત સંવાદો અને રંગબેરંગી ડાન્સ નંબર્સ સંપૂર્ણપણે ધ્યાન ખેંચે છે. પરંતુ સિકંદરમાં ખરો શો સ્ટોપર તો સલમાન ખાન છે. પોતાના આગવી અને શક્તિશાળી શૈલી માટે જાણીતા સલમાને ફિલ્મમાં કંઈક નવું લઇને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક્શન દ્રશ્યોમાં તેમની આંખોની ઇન્ટેન્સિટી હોય કે ભાવનાત્મક ક્ષણોમાં તેમનો સ્વેગ, દરેક ફ્રેમમાં સલમાન ખાનની હાજરી સ્ક્રીન પર એક અલગ જ ચમક લાવી રહી છે.
સલમાન ચાહકોને આપશે ઇદી
- Advertisement -
સિકંદરમાં સલમાન ખાનની શૈલી જેટલી રો છે તેટલી જ શક્તિશાળી પણ છે. આ પાત્રમાં તેમનો ટ્રેડમાર્ક લાર્જર-ધેન-લાઇફ સ્વેગ બદલો, પ્રેમ અને ન્યાય માટેની લડાઈની આગ સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. ચાહકો માટે આ સલમાન ખાન તરફથી મળેલી કોઇ ટ્રીટથી કમ નથી. ટ્રેલરમાં કેટલાક અદ્ભુત એક્શન સિક્વન્સ છે. જે સલમાનના ડેડિકેશનને સાબિત કરે છે. ટ્રેલર એકદમ પરફેક્ટ બેલેન્સ દેખાડે છે જેમાં હાઇ સ્ટેક ડ્રામા છે, હૃદયસ્પર્શી ઇમોશન્સ છે અને હાઇ સ્ટેક ડ્રામા પણ છે. સલમાન ખાન તેના દરેક અવતારમાં ધમાકેદાર છે – પછી ભલે તે ગ્રિટી વન-લાઇનર્સ હોય કે ફાઇટસીન, તે દરેક દ્રશ્યમાં સંપૂર્ણ ફોર્મમાં છે. આ ટ્રેલર જોતા સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે, આ ફિલ્મ એક ફેમિલી કોમ્બો છે. જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.
રશ્મિકાની પણ દમદાર એક્ટિંગ
બીજી તરફ નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પણ ટ્રેલરમાં લોકોનાં ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. તેનો એફર્ટલેસ ચાર્મ અને સ્ક્રીન પ્રેઝન્સ ફિલ્મમાં છવાઇ જાય છે. સુંદર વિઝ્યુઅલની સાથે તેમની નેચરલ બ્યુટી આ ફિલ્મમાં અલગ જ ગ્લો લાવે છે. તે પોતાના પાત્રમાં એટલી ઢળી ચુકી છે કે ફેન્સ હવે ફિલ્મ માટે વધારે આતુર થઇ ગયા છે.
સાજિદ ફરી એક બ્લોકબસ્ટર માટે તૈયાર
કિક (2014) જેવી સુપરહિટ ફિલ્મો માટે જાણીતા પ્રતિભાશાળી નિર્માતા સાજિદ નડિયાદવાલા હવે સિકંદર સાથે વધુ એક બ્લોકબસ્ટર મનોરંજક ફિલ્મ લઈને આવી રહ્યા છે. ટ્રેલર જોયા પછી સ્પષ્ટ થાય છે કે, નડિયાદવાલાની વિશેષતા કોમર્શિયલ એલિટમેન્ટને લોકો સુધી પહોંચાડવાની અપીલ સાથે સુંદર રીતે મિક્ષ કરવાની છે. ટ્રેલરમાં ઘણી ક્ષણો છે જ્યાં દર્શકો સીટીને રોકી નહી શકે. દર્શકોને થિયેટરમાં નાચવા મજબુર કરશે. નડિયાદવાલાનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ તે બાબતનો પુરાવો છે કે તેઓ માત્ર મનોરંજન જ નહીં પરંતુ દર્શકોના હૃદયને સ્પર્શી જાય તેવી સ્ટોરીના માસ્ટર છે.
કેમેરાના કલાકાર મુરૂગદોસ
કેમેરા પાછળ એ.આર. મુરુગદોસ કે જે ગજની (2008) જેવી પાવરહાઉસ ફિલ્મો માટે જાણીતા છે. મુરુગદોસ, સિકંદરમાં પણ પોતાની સિગ્નેચર સ્ટાઇલ સાથે જોવા મળ્યા છે. મુરુગાદોસને હાઇએનર્જી, ભાવનાત્મક નેરેટિવ્સ અને શક્તિશાળી એક્શન સિક્વન્સ બનાવવામાં માસ્ટર માનવામાં આવે છે. ટ્રેલરમાં પણ તેમની આ જ ખાસિયત જોવા મળી છે. જ્યાં તણાવથી ભરપૂર ક્ષણો અને લાગણીઓ સાથે જબરદસ્ત એક્શન જોવા મળે છે. તેમની અનોખી ફિલ્મ નિર્માણ શૈલી સિકંદરને એક રોલરકોસ્ટર રાઇડ બનાવે છે. જેમાં દર્શકોને તમામ પ્રકારના મનોરંજન મળશે. એક ફેમિલી કોમ્બો બની જશે.
ફુલ ફેમિલી કોમ્બો
સિકંદરમાં ફેમિલી ડ્રામા, રોમાન્સ, એક્શન અને સસ્પેન્સનું જબરદસ્ત મિશ્રણ છે, જે દરેક પ્રકારના દર્શકોને ગમશે. સલમાનનો દમદાર અભિનય, સાજિદ નડિયાદવાલાના મસાલા મનોરંજન સ્પર્શ અને એ.આર. મુરુગાદોસનું હાઇ ઇન્ટેન્સિટીનું દિગ્દર્શન, આ ત્રણેય મળીને સિકંદરને બ્લોકબસ્ટર બનાવવા માટેનો કોમ્બો છે.
ઇદમાં રિલીઝ થઇ રહી છે મૂવી
2025ની ઈદ પર મોટા પડદા પર ધુમ મચવાની છે. સલમાન ખાન ફરી એકવાર જબરદસ્ત અંદાજમાં પરત ફરી રહ્યો છે, ઉપરાંત રશ્મિકા મંદાના બંન્નેનો કોમ્બો ધુમ મચાવવા માટે તૈયાર રહેશે. સિકંદર ફિલ્મનું નિર્માણ સ્વપ્નદ્રષ્ટા સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે અને દિગ્દર્શન માસ્ટર સ્ટોરીટેલર એ.આર. મુરુગાદોસ દ્વારા. આ જબરદસ્ત ફિલ્મ 30 માર્ચ 2025 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.