દેશમાં ઉષ્ણ લહેરની તીવ્રતાથી સતત વિકાસ લક્ષ્ય (એસડીજી)ને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં હિટવેવ (ઉષ્ણ લહેર)ની તીવ્રતા અને ઘાતકતામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે તેની ઝપટમાં દેશની 80 ટકા વસ્તી અને 90 ટકા ક્ષેત્રફળ આવી ગયુ છે. તાજેતરનાં અહેવાલોમાં એવી આશંકા વ્યકત કરાઈ છે કે જો હિટવેવનાં સમાધાન માટે પગલા ન ઉઠાવવામાં આવ્યા તો ભારતને સતત વિકાસ લક્ષ્ય (એસડીજી)ના લક્ષ્યને મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. કેમ્બ્રિઝ વિશ્વ વિદ્યાલયનો આ અભ્યાસ ફલોસ કલાઈમેટમાં બુધવારે પ્રકાશીત થયો છે. સમિત દેવનાથ અને સાથીઓના 2022 ના ગરમી સુચકાંક (એચઈ) અને 2019-20 ના જલવાયુ સંવેદનશીલતા સુચકાંક (સીબીઆઈ)ના આંકડાના આધારે બનાવવામાં આવ્યા છે.આ આંકડા અનુસાર જલવાયુ સંવેદનશીલતાના ક્ષેત્રમાં દેશનું 20 ટકા ક્ષેત્ર છે. જયારે ગરમી સુચકાંકમાં 90 ટકા ભાગ ખતરામાં છે.આમા પશ્ચિમ બંગાળને છોડીને સમગ્ર પૂર્વી ક્ષેત્ર, ઉતર અને મધ્ય ભારતનાં બધા રાજયો સામેલ છે. પૂરી દિલ્હી ગરમ હવાઓના ખતરાની ઝપટમાં છે. સવારથી લઈને સાંજ સુધી લોકોને હિટવેવનો સામનો કરવો પડે છે. અધ્યયનનો નિચોડ એ છે કે ભીષણ ગરમી દરમ્યાન ચાલતો હીટવેવ દેશની 80 ટકા વસ્તી માટે ખતરો પેદા કરવા લાગી છે. વૈશ્વિક સતત વિકાસ રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની રેન્કીંગ કે જે 2020 માં 117 હતી.તે 2022 માં 121 ઉપર પહોંચી ગઈ છે.આ અધ્યયનમાં 2001-2021 સુધીનાં ગરમીના આંકડા સામેલ કરાયા છે અને એ કહેવામાં આવ્યું છે કે ઉષ્ણ લહેરોને લઈને આકલન કરવામાં આવ્યું હતું કે સ્થિતિ તેનાથી પણ વધુ
ભયાનક છે.
દેશમાં સતત વધતો હિટવેવ 80 ટકા વસ્તી માટે ખતરો
