બ્રહ્માંડનો થ્રીડી મેપ તૈયાર કરશે
હિડેન ગેલેકસી આપણી મિલ્કીવેને મળતી આવે છે, બ્રહ્માંડનું 95 ટકા જેટલું નિર્માણ ડાર્ક મેટર અને ઊર્જાથી બન્યું છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુરોપીય અંતરિક્ષ એજન્સી (ઇસીઇ) દ્વારા લોંચ કરવામાં આવેલા ટેલિસ્કોપ યૂકિલડ દ્વારા અંતરિક્ષની પ્રથમ તસ્વીર મોકલવામાં આવી છે.યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા યૂકિલડ ટેલિસ્કોપ ડાર્ક મેટર અને ડાર્ક ઉર્જાના અંગે જાણકારી મેળવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે ક બ્રહ્નાંડનું 95 ટકા જેટલું નિર્માણ આ શકિતઓથી જ બન્યું છે. યુરોપિયન સ્પેસ એજન્સી સાથે આ મિશનમાં નાસા પણ ભાગીદાર છે.
આ તસ્વીરોમાં 25 કરોડ પ્રકાશ વર્ષ દૂર આવેલા પર્સિયસ કલ્સ્ટરની 1000 આકાશગંગાઓ અને તેની પાછળ ફેલાયેલી 1 લાખથી વધુ આકાશગંગાઓ સામેલ છે. યૂકેલિડે મોકલેલી તસ્વીર પર્સિયસની છે. વૈજ્ઞાાનિકો માને છે કે સંગઠિત ઢાંચા જેવા જણાતા વિશાળ કલસ્ટરોનું બનવું જ ડાર્ક મેટર હોવાનું પ્રમાણ છે.
સ્પેસ અજ્ન્સીના જણાવ્યા અનુસાર આ ટેલિસ્કોપની તસ્વીરો 10 અબજ પ્રકાશ વર્ષ દૂર સુધી આકાશગંગાઓને જોવાની ક્ષમતા ધરાવે છે. હિડેન ગેલેકસી નામની આકાશગંગાની તસ્વીર પણ છે જે આપણી આકાશગંગા મિલ્કી વે ને મળતી આવે છે. બીજી કેટલીક તસ્વીરમાં આકાશગંગા જણાય છે પરંતુ તેની ઓળખ બાકી છે. એવું માનવામાં આવે છે કે આ બ્રહ્નાંડના બિલ્ડિંગ બ્લોક જેવી દેખાય છે. યૂકેલિડ આ તમામ આકાશગંગાઓના પ્રકાશનો અભ્યાસ કરીને બ્રહ્નાંડનો એક થ્રીડી મેપ
તૈયાર કરશે.
એક તસ્વીર અંદાજે 7800 પ્રકાશ વર્ષ દૂર આવેલી એનજીસી 6397 નામના ગ્લોબ્યૂલર કલસ્ટરની તસ્વીર છે. ગુરુત્વાકર્ષણ દ્વારા એક સાથે લાખો તારાઓના સમૂહોને ગ્લોબ્યૂલર ક્લસ્ટર કહેવામાં આવે છે. કોઇ પણ ટેલિસ્કોપ એક સાથે સમગ્ર ગ્લોબ્યૂલર કલસ્ટરની તસ્વીર લઇ શકતું નથી. ઘોડાના માથાવાળી એક નેબ્યૂલાનું એક વિસ્તૃત દ્વષ્ય છે તેને બર્નાડ 33 ના નામથી પણ ઓળખવામાં આવે છે અને ઓરિયન તારામંડળનો ભાગ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે યૂકિલડની મદદથી નેબ્યુલાના ગુરુના ઘનત્વવાળા અનેર ગ્રહોની જન્મ અવસ્થાને શોધી શકાશે.