એક સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટીના 300થી વધુ કેસ નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ચોમાસું આવતા રોગચાળો વકર્યો છે અને આંખ આવવાના કેસમાં 20 ટકાનો વધારોથયો છે. વરસાદની સિઝન છે એટલે ગંદકી પણ વધી રહી છે, સાથે રોગચાળાના કેસ પણ વધી રહ્યા છે. શહેરમાં એક સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટીના 300થી વધુ કેસ નોંધાયા છે. રોગચાળા બાબતે આરોગ્ય અધિકારી ડો.જયેશ વાકાણીનું નિવેદન સામે આવ્યું છે. વરસાદની ઋતુમાં રોગચાળામાં વધારો થતો હોય છે. શરદી-ઉધરસના કેસમાં વધારો જોવા મળ્યો છે.
- Advertisement -
આરોગ્ય વિભાગના ચોપડે એક સપ્તાહમાં શરદી-ઉધરસના 281 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 135 કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી આંખ આવવાના કેસમાં વધારો નોંધાયો છે. 20 ટકા જેટલો આંખના કેસમાં વધારો થયો છે. જી ટી શેઠ આંખની હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી. શુક્રવારથી આંખના કેસ આવવાના કેસમાં વધારો થયો છે. શહેરમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.