છતીસગઢમાં જેસીપીના અધ્યક્ષ અમીત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ વિશે કથિત વાણી વિલાસ બદલ
“ન્યાય આપો, ન્યાય આપો સિંધી સમાજને ન્યાય આપો” ના સૂત્રોચ્ચાર કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
છતીસગઢના જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને સિંધી સમુદાય પર કરવામાં આવેલ ટિપ્પણી બદલ ભારતભરના સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. વેરાવળ – પાટણ સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારી મારફત છતીસગઢના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને લેખિત રજૂઆત કરી ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી છે અને અમિત બઘેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સિંધી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે વેરાવળ – પાટણ સમસ્ત સિંધી સમાજના સભ્યોએ ન્યાય આપો ન્યાય આપો, સિંધી સમાજને ન્યાય આપો, અમિત બઘેલ સામે કાર્યવાહી કરોના સુત્રોચ્ચાર સાથે આવેદન આપી છતીસગઢના જેસીપીના અધ્યક્ષ અમીત બઘેલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સિંધી સમાજ એક શાંતિપ્રિય સમાજ, વેપાર સાથે સંકળાયેલ, એકતાનું પ્રતીક હોઈ કોઈ પણ આવા કથિત વાણી વિલાસ સાંખી લેવાશે નહી તેવી ઉગ્ર રજૂઆત સાથે પ્રાંત અધિકારી મારફત છતીસગઢના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધીને આપેલ આવેદનમાં સિંધી સમાજ દ્વારા જેસીપી ના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને સિંધી સમાજ વિશે કરવામાં આવેલ ટિપ્પણી બદલ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તકે વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજના સભ્યો, યુવાનો અને આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.



