રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ફીડર અને માધાપર સબડીવીઝનનું વિભાજન થવાથી વર્ષો જૂની વીજ સમસ્યામાંથી મુક્તિ: ધારાસભ્ય ઉદય કાનગડ
‘જનસુખાકારી સાથે અવિરત વિકાસ એ જ લક્ષ્ય’ના મંત્ર સાથે પરિણામલક્ષી કાર્ય સાથે પ્રાણપ્રશ્ર્નના સુખદ નિવારણ બદલ આનંદની લાગણી: ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના વિધાનસભા-68 મત વિસ્તાર, વોર્ડ-3માં આવતા વિકસિત વિસ્તાર એવા રેલનગરમાં વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈ આ વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ, વીજળી જેવા વિકાસ કાર્યો વેગવંતા બનાવી પ્રજાની સુખ-સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે ભારતીય જનતા પાર્ટી કાર્યરત છે ત્યારે ઘણા સમયથી રેલનગર વિસ્તારમાં રહેવાસીઓને સંતોષીનગર ફીડર માધાપર સબ ડિવિઝનમાંથી આવતું હોવાથી રેલનગરના રહેવાસીઓને વારંવાર લાઈટ જવાની સમસ્યા ઉભી થતી હતી અને વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સતત દસ-બાર કલાક વીજળીથી વંચિત રહેવું પડતું હતું.
આ સમસ્યાના નિરાકરણ અર્થે પીજીવીસીએલ દ્વારા માધાપર પીજીવીસીએલ અને સંતોષીનગર ફીડરનું વિભાજન કરી તેમાંથી નવા ફીડર ગુલમહોર અને સુંદરમ ફીડર નવા ફીડર ઉભા કરી કાર્યરત કરેલ છે, જેનાથી રેલનગર વિસ્તારના લાખો રહેવાસીઓને વારે-તહેવારે વીજળીને લગતી સમસ્યામાંથી મુક્તિ મળી છે.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડે જણાવેલું કે પીજીવીસીએલ દ્વારા રેલનગર વિસ્તારમાં આ વીજ સમસ્યાને દૂર કરવા માટે 11 કેવી ગુલમહોર અને 11 કેવી સુંદરમ નામના 11 કેવી ફીડરમાંથી બે ફીડર અનુક્રમે નવા 66 કેવી મેરી ગોલ્ડ એસએસમાંથી ચાર્જ કરવામાં આવ્યા, જે બંને 66 કેવી ઘંટેશ્ર્વર એસએસમાંથી હાલના 11 કેવી સંતોષીનગર એસ.ડી.આર.નું વિભાજન છે.
આમ રેલનગર વિસ્તારમાં અલગ સબ ડિવિઝનથી પ્રજાના વીજ સમસ્યાને લગતા પ્રશ્ર્નનો સુચારુ નિકાલ આવ્યો છે ત્યારે ‘જનસુખાકારી સાથે અવિરત વિકાસ એ જ લક્ષ્ય’ના મંત્ર સાથે પરિણામલક્ષી કાર્ય થકી પ્રજાના પ્રાણપ્રશ્ર્નોનો ઉકેલ આવ્યો છે ત્યારે અંતમાં રેલનગર વિસ્તારની પ્રજાની વીજ સમસ્યાનો સુખદ નિવેડો લાવવા બદલ ધારાસભ્ય ઉદય કાનગડે રાજકોટ પીજીવીસીએલના એમ. ડી. કેતનભાઈ જોષી, રાજકોટ સીટી અધિક્ષક ઈજનેર બી. સી. રાઠોડ, નાયબ ઈજનેર એન. એમ. રાઠોડ, એચ.ટી. સ્ટાફ કાર્યપાલક જી. કે. સરવૈયા, ડેપ્યુટી ઈજનેર પ્રજાપતિ, જુનિ એન્જિ. દેમલ સાજકા તથા માધાપર સબ ડિવિઝન અભિનંદન પાઠવતા અંતમાં જણાવેલું હતું.