કામદારો મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તા. 7 મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા ફેક્ટરીઓના માલિકો અને તેઓના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી કોઈ વ્યક્તિ મતદાન કરવાથી બાકાત ન રહે તે માટે આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.
- Advertisement -
ઉદ્યોગોમાં કામ કરતા કામદારોતા. 7 મી મેના અવશ્ર્ય મતદાન કરે તે માટે જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠકનુ આયોજન કરાયું હતું. ઉદ્યોગોમાં કામ કરતા કામદારો મતદાન કરવાથી વંચિત ન રહે તે અંગે ક્લેક્ટરે માર્ગદર્શન આપ્યું હતું. જી.આઇ.ડી.સી.ના વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી મતદાર જાગૃતિનુંપ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં વિવિધ ફેક્ટરીઓના માલિકો તેમજ પ્રતિનિધિઓએ તેમની ફેક્ટરીના દરેક વર્કર અવશ્ર્ય મતદાન કરશે, તેવી ખાતરી આપી હતી.