અકસ્માત સર્જી કાર રેઢી મૂકી શખ્સ ફરાર: યુવકને ફ્રેકચર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ઠેબચડા ગામે રહેતો અને અભ્યાસ કરતા 19 વર્ષીય રમેશભાઈ ધીરુભાઈ મકવાણાએ જી જે 13 સી એ 1906 નંબરની કારના ચાલક સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી નાસી જવા અંગે ફરિયાદ નોંધાવી છે મહત્વની વાત એ છે કે અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોએ કાર ચેક કરતાં અંદરથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગત રાત્રે હું અને મારા મામા બાલુભાઈ મીઠાભાઈ ચૌહાણ બાઇક લઈને ઠેબચડા જતાં હતા દરમિયાન રાત્રિના પોણા આંઠ વાગ્યે મહીકા પાવર હાઉસ સામે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવતા કારના ચાલકે ઠોકર મારતા અમે બંને ફંગોળાઈ ગયા હતા અને લોકોના ટોળાં એકઠા થઈ જતાં 108 મારફત અમને બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
જ્યાં મને પગમાં ફ્રેકચર હોવાનું તબીબે જણાવ્યું હતું જ્યારે મામાને મૂંઢ ઇજા થઈ હતી અકસ્માત સર્જી કાર રેઢી મૂકી શખ્સ નાસી છૂટયો હોય જેથી એકઠા થયેલા લોકોએ ગાડી ચેક કરતાં અંદર દારૂની પેટીઑ જોવા મળી હતી જેથી આ અંગે પણ આજી ડેમ પોલીસે અલગથી ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.



