આરોગ્ય વિભાગે શહેરના અનેક વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી
તપાસમાં મસાલામાંથી પ્રતિબંધિત કલર મળી આવતા નમૂનો ફેઇલ જાહેર થયો, દંડ ફટકાર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના સાધુવાસવાણી રોડ પર સનસિટીની સામે આવેલા સ્વામી’સ રેસ્ટોરેન્ટમાંથી મનપાની આરોગ્ય વિભાગે મૈસૂર ઢોસાના મસાલનો નમૂનો લીધો હતો. આ નમૂનાની તપાસ કરવામાં આવતા તે મૈસૂર ઢોસાના મસાલામાં પ્રતિબંધિત કલરની હાજરી જોવા મળી હતી. જેથી આરોગ્ય વિભાગે આ નમૂનો અનસેફ ફૂડ એટલે કે ફેઇલ જાહેર કર્યો છે. તેમજ રેસ્ટોરન્ટના માલિક સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર રોડ પર નાગેશ્વર મંદિર સામે આવેલી જય ખોડિયાર ડેરી ફાર્મમાંથી લીધેલા લૂઝ મિક્સ દૂધનો નમૂનો ફેઇલ થયો છે જેમાં ફેરેન ફેટ મળી આવતા જય ખોડિયાર ડેરીના માલિક નિકુંજભાઇ જીવનભાઇ ખાંભલીયાને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મવડી પ્લોટમાં ગુજરાત વાયર પાસે આવેલા પટેલ સ્વીટસમાંથી લીધેલા લૂઝ માવોનો નમૂનો ફેઇલ થયો હતો જેમાં વધુ માત્રામાં ફોરેન ફેટ મળી આવ્યુ હોવાથી પટેલ સ્વીટસના માલિક અશ્વિનભાઇ ભીમજીભાઇ રામાણી અને ઉત્પાદક પેઢીને પણ 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આમ ખાદ્ય પ્રદાર્થના બે નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઇલ થતા નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેટર સમક્ષ આ કેસ ચાલી જતાં કુલ રૂ.30,000ના દંડના હુકમ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ફૂડ વિભાગે 22 ખાદ્ય ચીજવસ્તુના નમૂનાની સ્થળ પર તપાસ કરી
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના જંકશન પ્લોટ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ત્યા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.