રાજકોટના લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી મંદિરે બિરાજમાન હનુમાનદાદા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજના મંગળવારના દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજને દેવાધી દેવ મહાદેવના જળાભિષેક કરતા હોય તેવા ભાવ સાથેના દિવ્ય અલૌકિક અને અદભુત શણગાર કરવામાં આવ્યા છે. જે શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને સ્થાપિત કરવામાં આવ્યા છે, બહોળી સંખ્યામાં ભક્તો દાદા અને મહાદેવના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યાં છે. આજે સંધ્યા આરતીમાં બહોળી સંખ્યામાં ભકતો જોડાશે અને રાજોપચાર પદ્ધતિથી થતી દાદાની સંધ્યા આરતીનો લાભ લેશે.
બાલાજી મંદિરે હનુમાનદાદાને મહાદેવને જળાભિષેક કરતા હોય તેવા ભાવ સાથેનો દિવ્ય શણગાર

Follow US
Find US on Social Medias