મિટિરીયોલોજી, એરોનોટિક્સ, કમ્યુનિકેશન, વાયરલેસની શોધમાં પતંગનું વિજ્ઞાન કામે લાગ્યું
રાઈટ ભાઈઓએ વિમાનની શોધ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી, હેંગ ગ્લાઈડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાવિષ્ટ
- Advertisement -
બેન્જામીન ફ્રેન્કલીને વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાં થતી વીજળીમાં કરંટ હોવાની શોધ કરેલી
ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરેલો
પતંગ ચગાવવાની શરૂઆત અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં ચીનમાં થયેલી : ભારતમાં રામાયણ અને મહાભારત જેવા પ્રાચિન ગ્રંથોમાં પતંગનો ઉલ્લેખ
- Advertisement -
બીજા વિશ્ર્વયુધ્ધમાં જહાજોનું રક્ષણ કરવા અને સંદેશાની આપ-લે માટે પતંગો ઉડાડવામાં આવેલી
શરુઆતમાં હવામાનનો અભ્યાસ કરવા, એરિયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલ બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ થતો
એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણતામાન નોંધવાની કોશિશ કરેલી
સર જ્યોર્જ કેલી, સેમ્યુઅલ લેન્ગલી, લોરેન્સ હારગ્રેવ, અલેકઝાન્ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વૈજ્ઞાનિક પરીક્ષણો કર્યા
ભારત-ચીન જેવા એશિયાના દેશોમાં પતંગનું ધાર્મિક મહત્વ અને માન્યતાઓ તો પશ્ર્ચિમના દેશોમાં થયેલી વૈજ્ઞાનિક શોધખોળમાં પતંગનું અનેરું યોગદાન



