બધાંનો એક જ સૂર ‘જો અતુલ પંડિત દૂધે ધોયેલાં હોત તો અત્યાર સુધીમાં ખુલાસો કરી ચૂક્યાં હોત!’
ચોતરફ શિક્ષણ સમિતિનો ભ્રષ્ટાચાર જ ચર્ચાનો વિષય
- Advertisement -
કૌભાંડી અતુલ પંડિત દ્વારા રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન પદ પર સત્તાનો દુરુપયોગ કરી કરવામાં આવેલા આર્થિક – વહિવટી કૌભાંડની જ્યાં જૂઓ ત્યાં ચર્ચા ચાલી રહી છે. અતુલ પંડિત પર ભાજપ, આરએસએસ, બ્રહ્મસમાજ અને શિક્ષણજગતમાંથી ટિકાઓ વરસી રહી છે. અતુલ પંડિત સત્યથી મોઢું ફેરવી માત્ર શિક્ષણ સમિતિથી જ નહીં દેશ છોડી જતા રહ્યા છે આ દરમિયાન ગતરોજ બ્રહ્મસમાજની મળેલી એક બેઠકમાં પણ અતુલ પંડિતના કૌભાંડોનો મુદ્દો ચચાર્યો હતો. બળેવ નજીક હોય, બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની વિધિના કાર્યક્રમો અંગે એક બેઠક બોલાવવા હતી જે બેઠકમાં જનોઈ બદલવાની ઓછી અને અતુલ પંડિત બદલાઈ ગયાની વાત વધુ થઈ હતી. બ્રહ્મસમાજના કેટલાંક અગ્રણીઓ અતુલ પંડિત દ્વારા કૌભાંડો કરવામાં આવ્યું છે અને તેમને સજા મળશે જ એવું સ્વીકાર્યું હતું તો અતુલ પંડિતના કેટલાંક પડખીયાઓ, જેઓ બંધ શેરીના મકાનમાં શાળા-કોલેજ બનાવી ખુદને શિક્ષણશાસ્ત્રી સમજવા લાગ્યા છે તેમણે અતુલ પંડિત દૂધે ધોયેલા છે એવું કહ્યું હતું. જોકે બ્રહ્મસમાજના અગ્રણીઓ અંતમાં એવું કહી ચર્ચાનો અંત લાવ્યો હતો કે, જો અતુલ પંડિત સર્વગુણ સંપન્ન અને નિર્દોષ હોતા તો આજ સુધીમાં સમગ્ર મામલે ખુલાસો કરી ચૂક્યા હોતા. આમ, અતુલ પંડિત દ્વારા શિક્ષણ સમિતિમાં કૌભાંડો કરી કાવડીયા બનાવવામાં આવ્યા હોવાની વાત ચર્ચાઈ હતી.
શિક્ષણ સમિતિમાં ઈન્ચાર્જ ચેરમેન સંગીતાબેન છાયાની અગ્નિપરીક્ષા શરૂ
રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત દ્વારા શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશ સાદદિયા અને દિપક સાગઠિયા સાથે મળી કરવામાં આવેલા યુનિફોર્મ, પુસ્તકો વિજ્ઞાન સાધનો સહિતની સ્કૂલ સ્ટેશનરી ખરીદી, પ્રવાસી શિક્ષકોની ભરતી, કાયમી શિક્ષકોની બદલી વગેરે કૌભાંડોનો પર્દાફાશ થયો છે. શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલા મસમોટા કૌભાંડો અને વ્યક્તિગત ચારિત્ર ઉઘાડું પડી જતા અતુલ પંડિત ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેન સંગીતાબેન છાયાને સોંપી વિદેશ પ્રવાસે ઉપડી ગયા છે. હવે રાજકોટ શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન છે ત્યારે એક તરફ છાનેખૂણે કૌભાંડોની તપાસ ચાલી રહી છે અને બીજી તરફ રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોના ચારિત્રો છતાં થતા એ અંગેની તપાસ ચાલું છે. અતુલ પંડિતે ચાલાકીપૂર્વક સંગીતાબેન છાયાને ચેરમેન બનાવી, પોતાની ગેરહાજરીમાં તમામ દોષના કશુરવાર સંગીતાબેન છાયા પુરવાર થઈ તેમને અને સમિતિના સભ્યોને સજા મળે એવો તખ્તો ગોઠવી વિદેશ જવા નીકળી ગયા હોય રાજકોટ શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ ચેરમેન સંગીતાબેન છાયાની અગ્નિપરીક્ષા શરૂ થઈ ચૂકી છે.