મોટાભાગના લોકો દરરોજ ન્હાવામાં માને છે. ડોક્ટર પણ સલાહ આપે છે કે જો તમે દરરોજ ન્હાવો છો તો તમે ઘણી બીમારીથી બચી શકો છો. પરંતુ આ વચ્ચે જાણ થઇ છે કે દુનિયામાં એક એવો વ્યક્તિ પણ છે જે છેલ્લા 67 વર્ષથી ન્હાયો નથી. લોકો આ વ્યક્તિને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ માને છે.
એક રિપોર્ટ મુજબ, દુનિયાના આ સૌથી ગંદા વ્યક્તિનું નામ Amou Haji છે. એની ઉમર લગભગ 87 વર્ષ છે. Amou Haji ઈરાનના Dejgah ગામમાં રહે છે. અળજ્ઞી ઇંફષશ આજથી લગભગ 67 વર્ષ પહેલા 20 વર્ષની ઉમરમાં અંતિમ વખત ન્હાયો હતો.
આ વ્યક્તિ 67 વર્ષથી નથી ન્હાયા : ગટરનું પાણી પીવે, મૃત પ્રાણીઓને ખાય છે.
ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 67 વર્ષથી ન ન્હાવા છતાં Amou Haji સ્વસ્થ છે. ડોકટરોએ Amou Hajiના ઘણા ટેસ્ટ કર્યા, જેમાં તેઓ સ્વસ્થ મળ્યા છે. એને કોઈ બીમારી નથી. 67 વર્ષ નહિ ન્હાવાનો દાવો કરવા વાળા Amou Hajiનું કહેવું છે કે ન્હાવા માટે અશુભ સાબિત થશે અને તેઓ મરી જશે. મળતી માહિતી મુજબ, Amou Haji માત્ર ન્હાવાની બાબતમાં જ ગંદા નથી. તે રસ્તા પરના મૃત પ્રાણીઓને ખાય છે. આ સિવાય તે ગટરનું પાણી પણ પીવે છે. અળજ્ઞી ઇંફષશને શાહુડી ખાવાનું પસંદ છે. નોંધનીય છે કે Amou Hajiની અનોખી જીવનશૈલીને કારણે તેને કોઈ મિત્ર નથી. કોઈ તેને તેની નજીક પણ આવવા દેતું નથી. પરંતુ Amou Haji આજકાલ વૈજ્ઞાનિકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. વૈજ્ઞાનિકો સંશોધન માટે Amou Haji પાસે આવતા રહે છે.