જાનમાલની નુકશાની ટળતાં એક યુવકને સામાન્ય ઈજા થઈ હતી
રાજકોટના જાણીતા અને ટ્રાફિકથી ભરચક રહેતા એવા સદર વિસ્તારમાં જર્જરીત દીવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એ રીતે સવારના સમયમાં સદ્દર બજાર વિસ્તારમાં પોલીસ ચોકી નજીક એક રહેણાંક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.

- Advertisement -
જેમાં હૈદરભાઈ મોગલ નામના યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. રસ્તાઓ ઉપર પાર્ક થયેલી રિક્ષા અને વાહનોને નુકશાન થયું હતું. જો કે જાનમાલની નુકશાની ન થતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



