NFT નું A – Z : નોન-ફંગિબલ ટોકન લેખકો, ચિત્રકારો, ફિલ્મકારો, સંગીતકારો સહિત તમામ પ્રકારના કલાકારોની પસંદ બની રહ્યાં છે.
NFT કલાકારો માટે નવા યુગની શરૂઆત આર્ટ વર્ક ખરીદ વેચાણ કરી પૈસા કમાઈ શકાય છે!
- Advertisement -
ક્રિપ્ટોકરન્સીની જેમ NFT મચાવી રહી છે ધૂમ
NFT લાખો ડોલરમાં વેચાઈ રહ્યા છે, NFTની દુનિયામાં ઘણા સ્ટાર્સે પણ પ્રવેશ કર્યો છે
NFT યુનિક આઈડેન્ટિકલ કોડની ડિજિટલ સંપત્તિ (Digital Assets) છે, યુનિક આર્ટ પીસ હોવાથી તે યુનિક છે.
- Advertisement -
– કલાપી ભગત
NFTને Non Fungible Tokens કહેવાય છે. તેને ક્રિપ્ટોગ્રાફિક ટોકન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટોકન કોઈ યુનિક વસ્તુને દર્શાવે છે. એનએફટી હોય તેવી વ્યક્તિ પાસે વિશ્વમાં કોઈ પાસે ના હોય તેવું કોઈ એક અનન્ય અથવા પ્રાચીન ડિજિટલ આર્ટ વર્ક હોય શકે છે. એનએફટી યુનિક આઈડેન્ટિકલ કોડની ડિજિટલ સંપત્તિ (Digital Assets) છે. એનએફટી યુનિક આર્ટ પીસ હોવાથી તે યુનિક છે. બિટકોઈન એક ડિજિટલ સંપત્તિ છે જ્યારે એનએફટી એક યુનિક ડિજિટલ એસેટ છે. તેના દરેક ટોકનનું મૂલ્ય પણ અનન્ય છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો ટેકનોલોજીની દુનિયામાં ડિજિટલ આર્ટ વર્ક સ્થાપિત કરવામાં આવે તો તેને એનએફટી કહેવામાં આવશે.‘બ્લોકચેન ટેકનોલોજીના કારણે તેમાં છેતરપીંડી અશક્ય સમાન છે. સામાન્ય ભાષામાં કહીએ તો, એનએફટી એક પ્રકારનું ક્રિપ્ટો ટોકન છે. જે ડિજિટલ આર્ટ, સંગીત, ફિલ્મ, ગેમ્સ અથવા કલેક્શન જેવી ડિજિટલ સંપત્તિ દ્વારા એક્સેસ કરી શકાય છે. એનએફટી કલાકારો માટે નવા યુગની શરૂઆત હોવાનું કહેવાય છે. આર્ટ વર્ક ખરીદ વેચાણ થકી એનએફટીમાંથી પૈસા કમાઈ શકાય છે. દા.ત. જ્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું એનએફટી કલેક્શન માટે બોલી લાગે ત્યારે તેને ખરીદી બાદમાં વેચી શકાય છે. તમે આર્ટ વર્કના જાણકાર કલાકર હોવ તો તમે પણ પોતાની ડિજિટલ આર્ટ બનાવી શકો છો. નવી ટેક્નોલોજી આધારિત નોન-ફંજિબલ ટોક્ધસ (એનએફટી)એ કલાકારો માટે તકોની ખજાનો ખોલી દીધો છે. ડિજિટલ ટોકન એવી સંપત્તિ છે, જેને ખરીદી અને વેચી શકાય છે. કલાકારોએ પોતાની કૃતિમાંથી પૈસા કમાવવાની પહેલા આવી તક ન હતી.
આર્ટ વર્ક સંગ્રાહકો અને આ વેપારમાં રોકાણ કરનારાએ એનએફટી આધારિત આર્ટ વર્ક, મીમ્સ અને જીઆઈએફ પર હજારો કરોડોનો જંગી ખર્ચ કર્યો છે. એનએફટીની વધતી લોકપ્રિયતાનો અંદાજ ગયા વર્ષના આંકડા પરથી લગાવી શકાય છે. માર્કેટ ટ્રેકર નોન-ફંજિબલ ડોટ કોમના મત મુજબ 2020માં તેનો વેપાર આશરે રૂ. 1800 કરોડનો હતો.
એનએફટીને તમે કમ્પ્યુટરની ફાઈલ માની શકો છો. તેની માલિકી હકનું કરારનામું હોય છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઈન જેવા જ ડિજિટલ પબ્લિક લેજર, બ્લોકચેઈન પર મોજુદ હોય છે. પોતાની કૃતિને એનએફટીના રૂપમાં વેચવા માટે ઈચ્છુક કલાકારોએ કોઈ માર્કેટપ્લેસ સાથે જોડાવાનું હોય છે. તે ડિજિટલ ટોકન બનાવીને તેને બ્લોકચેઈન પર અપલોડ કરે છે. તેનો ખર્ચ રૂ. 2900થી 14 હજાર સુધી આવે છે. પછી જે તે કૃતિ ઈ-બે જેવા કોઈ માર્કેટમાં નિલામી માટે રાખી શકો છો.
આમ, તો એનએફટીનો વેપાર કંઈક વિચિત્ર લાગે છે. મોટા સંગ્રાહકો ઓનલાઈન મફત જોવા મળતા કે શેર કરાતા આર્ટ વર્ક પર છથી આઠ અંક સુધીના પૈસા ખર્ચે છે. ટીકાકારોએ એનએફટી આર્ટની માંગમાં આવેલા ઊછાળાને ‘નવો ફૂગ્ગો’ ગણાવ્યો છે. તેઓ કહે છે કે, ગેમસ્ટોપ કંપનીના શેર જેવી રીતે ધરાશાયી થયા, એવા જ હાલ તેના પણ થશે. લેખકો, ફિલ્મકારો, સંગીતકારો સહિત તમામ પ્રકારના કલાકારોને એનએફટી આકર્ષે છે. લાંબા સમય સુધી ડિજિટલ આર્ટનું મૂલ્ય ઓછું આંકવામાં આવતું કારણ કે, તે અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હતું. એનએફટીએ તેની કમીની સ્થિતિ બનાવી અને મૂલ્ય વધ્યું.
ક્રિપ્ટોકરન્સીની સાથે સાથે નોન-ફંગિબલ ટોકન (એનએફટી) સરકારે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ કે મની લોન્ડરિંગ અને હવાલા-આધારિત વ્યવહારો માટે આતંદવાદી જૂથો અને અપરાધીઓ દ્વારા એનએફટીનો દુરપયોગ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એનએફટીના ખરીદ-વેચાણથી મની લોન્ડરિંગ વધી રહ્યુ છે. બ્લોકચેઈન ડેટા પ્લેટફોર્મ ચેઈનલિસિસના અહેવાલ મુજબ, તેમને એનએફટી માર્કેટપ્લેસ ખાતે કામકાજનો એક નાનો ભાગ ઝડપથી વધી રહ્યો છે જે મની લોન્ડરિંગને આભારી હોઈ શકે છે.
અલબત્ત સ્થાવર કલાકૃતિઓમાં મની લોન્ડરિંગનું પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે. એક અહેવાલ મુજબ વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં એનએફટી માર્કેટપ્લેસને અજાણ્યા કે ગેરકાયદેસરના એડ્રેસ દ્વારા મોકલવામાં આવેલું મૂલ્ય નોંધપાત્ર રીતે વધીને 10 લાખ ડોલરની ક્રિપ્ટોકરન્સીને વટાવી ગયું. ચોથા ક્વાર્ટરમાં આ આંકડો ફરી વધીને 14 લાખ ડોલરે પહોંચી ગયો. બંને ત્રિમાસિકમાં મોટાભાગની આ ગતિવિધિઓ કૌભાંડ-સંબંધિત એડ્રેસથી સંલગ્ન છે જેઓ ખરીદી કરવા માટે એનએફટી માર્કેટપ્લેસમાં ભંડોળ મોકલે છે,’
NFT મની લોન્ડરિંગનું એક નવું હથિયાર આ ડિજિટલ દુનિયાનું આયુષ્ય લાંબુ નથી?
સંશોધકોએ જણાવ્યું કે, ’સૌથી ચિંતાજનક વાત એ છે કે, ચોથા ક્વાર્ટરમાં અમે લગભગ 2,84,000 ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી પ્રતિબંધિત એડ્રેસથી એનએફટી માર્કેટપ્લેસને મોકલવામાં આવી હોવાનું નોંધ્યુ છે.’ વર્ષ 2021માં એનએફટીની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. ચેઈનલિસિસે ઈઆરસી-721 અને ઈઆરસી-1155 કોન્ટ્રાક્ટ્સને મોકલેલ ઓછામાં ઓછી 44.2 અબજ ડોલરના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ટ્રેક કરી હતી. કેટલાંક એનએફટીમાં વોશ ટ્રેડિંગ થઈ રહ્યુ છે. ’વોશ ટ્રેડિંગ’ એટલે એક ટ્રાન્ઝેક્શન ચલાવવું જેમાં વિક્રેતા કોઈ સંપત્તિનું મૂલ્ય અને તરલતાનું કૃત્રિમ દ્રશ્ય સર્જવા માટે ટ્રેડિંગની બંને બાજુએ હોય છે. એનએફટી માટે વોશ ટ્રેડિંગ એ બીજો ચિંતાનો વિષય છે.
બ્લોકચેઈન એનાલિસિસનો ઉપયોગ કરીને સંશોધકોએ 262 યુઝર્સને ઓળખી કાઢયા જેમણે 25થી વધુ વખત સેલ્ફ-ફાઈનાન્સ્ડ એડ્રેસ પર એનએફટી વેચ્યું છે. 110 પ્રોફિટેબલ વોશ ટ્રેડર્સે આ પ્રવૃત્તિમાંથી સામૂહિક રીતે લગભગ 89 લાખ ડોલરનો નફો મેળવ્યો છે, જે 152 અનપ્રોફિટેબલ વોશ ટ્રેડર્સ દ્વારા કરાયેલા 4,16,984 ડોલરના નુકસાન કરતા ઓછું છે. તેનાથી પણ ખરાબ બાબત એ છે કે, 89 લાખ ડોલર મોટાભાગે એવા અસંદિગ્ધ/અનપેક્ષિત ખરીદદારોને મળ્યા છે જેઓ માને છે કે તેઓ જે એનએફટી વેચી રહ્યાં છે તે મૂલ્ય વધારી રહ્યુ છે અને તેની ખરીદી એક સંગ્રહકર્તાએ કરી છે.
ભારતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા છેલ્લા એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ દ્વારા રૂ. 4000 કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદી કૃત્યો અને આતંકવાદી સંગઠનો દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે ડાર્ક વેબ પર ડિજિટલ કરન્સીના દુરુપયોગ તેમજ મની લોન્ડરિંગ અને હવાલા આધારિત વ્યવહારો – રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર હોવા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
NFT : નોન-ફંગિબલ ટોકન શું છે?
NFT એટલે કે નોન-ફંગિબલ ટોકન એ બ્લોકચેઈન નેટવર્કમાં એક યુનિક ડિજિટલ લોકર કે એસેટ્સ છે. તેનું મૂલ્ય કોઈ વ્યક્તિ તેની ચૂકવણી માટે કેટલી ઓફર કરે છે અને તેની માંગ કેટલી છે તેના પર આધાર રાખે છે. કોઈપણ આર્ટને એનએફટીમાં ક્ધવર્ટ કરીને ફોટાઓ, રમતો, વીડિયો, ટ્વીટ્સ દ્વારા વેચાણ કરી શકાય છો. સૌથી ખાસ વાત એ છે કે આ ડિજિટલ એસેટ્સનું માત્ર ક્રિપ્ટોકરન્સીથી જ ખરીદ-વેચાણ થાય છે. એનએફટી એક યુનિક કે અદ્વીતીય આઈડી-કોડ છે, તેથી બે એનએફટી ક્યારેય એકબીજા સાથે મેળ ખાતાં નથી હોતા કે તેના ડુપ્લિકેટ બનાવી શકાતા નથી. જ્યારે તમે કોઈ એનએફટીનો અધિકાર ધરાવો છો ત્યારે તમે તે ડિજિટલ એસેટ્સના એક માત્ર માલિક હોવ છો.
કઈ રીતે મળે છે NFT ?
ડિજીટલ આર્ટની દુનિયામાં પ્રભુત્વ ધરાવતા લોકો આવું સર્ટિફિકેટ આપે છે. તેઓ નક્કી કરે છે કે, કયું આર્ટ એનએફટી બનવા યોગ્ય છે અને તેને ડિજીટલ સર્ટિફિકેટ આપી શકાય છે કે નહીં. આની તુલના બિટકોઈન સાથે કરી શકાય છે કારણ કે, બંને ડિજીટલ વર્ઝન છે અને બંનેમાં કંઈપણ કર્યા વિના બેફામ કમાણી થઈ શકે છે. એનએફટી આઈકોનિક વીડિયો, પેઈન્ટિંગ્સ અને મીમ્સ જેવા ડિજીટલ વર્કસને સિક્યોર કરવા મળે છે. એનએફટી ડિજીટલ પ્રમાણપત્ર સાથે આવે છે. જે ઓનલાઈન વેચી અથવા ખરીદી શકાય છે. ક્રિપ્ટોકરન્સીની જેમ તેઓ પણ બ્લોકચેન ટેક્નોલોજી પર ચાલે છે.
ભારતમાં અનેક NFT સંગ્રહો શરૂ
ગ્રાફિક ડિઝાઈનર્સ, ડિજિટલ કલાકારો, ડિજિટલ ગેમિંગ ઉદ્યોગના લોકો એનએફટી પર તેમની મિલ્કતો વેચી રહ્યાં છે. આ સિવાય ઘણી સેલિબ્રિટીઓએ તેમના એનએફટી કલેક્શન પણ લોન્ચ કર્યા છે. ભારતીય હસ્તીઓમાં અમિતાભ બચ્ચન, સની લિયોન, ક્રિકેટર દિનેશ કાર્તિક સહિત અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે, જેમણે એનએફટીની દુનિયામાં દસ્તક આપી છે.
NFT કેવી રીતે કામ કરે છે?
એનએફટી બ્લોકચેન ટેક્નોલોજી પર સંગ્રહિત હોય છે, બ્લોકચેન ટેક્નોલોજી વગર કોઈપણ એનએફટીનું અસ્તિત્વ અશક્ય છે. એવાં ઘણાં પ્લેટફેર્મ હાલના સમયમાં ઉપલબ્ધ છે જ્યાં એનએફટી બનાવવામાં આવે છે અને ત્યાં એનએફટી ખરીદાય અને વેચાય પણ છે. જેમાં બાયનાન્સ સ્માર્ટ ચેઇન, ઈ ઓ એસ, ટ્રોન, વેક્સ વગેરેનો સમાવેશ પ્રમુખસ્થાને થાય છે, પરંતુ ઈથેરિયમ એ પહેલું પ્લેટફેર્મ છે, જેણે સૌ પ્રથમવાર એનએફટી માટે સ્માર્ટ કોન્ટ્રાક્ટ બનાવ્યો હતો તેમજ તેના પર પ્રથમ એનએફટી ક્રિપ્ટોકીટિઝ બનાવવામાં આવી હતી. આમ એવું પણ કહી શકાય કે એનએફટી સંબંધિત મોટાભાગના પ્રોજેક્ટ ઇથેરિયમ પ્લેટફોર્મ પર જ બનેલા છે.
આજના ઈન્ટરનેટ યુગમાં કોઈપણ ઈન્ટરનેટ યૂઝર વેબવર્લ્ડમાં કોઈપણ સામાન્ય ચિત્ર અથવા કોઈપણ વસ્તુનો ઈન્ટરનેટના માધ્યમ થકી ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકે છે, પરંતુ જ્યારે તે જ વસ્તુ એનએફટી સ્વરૂપે બનાવવામાં આવે છે તો તેનો ઉપયોગ મર્યાદિત બની જાય છે. ત્યારબાદ દરેક ઈન્ટરનેટ યૂઝર તેનો સરળતાથી બ્રાઉઝિંગ કરીને ઉપયોગ કરી શકતો નથી. કારણ કે તે ટોક્નાઇઝ્ડ બની જાય છે અને તેનું ડિજિટલ પ્રમાણપત્ર પણ બનાવવામાં આવે છે અને તેને બ્લોકચેન ટેક્નોલોજી પર સંગ્રહીત કરવામાં આવે છે. જે પણ એ એનએફટીનો માલિક છે, તેને એક અધિકાર આપવામાં આવે છે કે તે તેની ઈચ્છા મુજબ એનએફટીનું ડિજિટલ સર્ટિફ્કિેટ કોઈને પણ વેચી શકે છે અથવા એનએફટી ઓબ્જેક્ટ ખરીદવા માટે તે કોઈની પણ પાસેથી તે ડિજિટલ સર્ટિફ્કિેટ ખરીદી પણ શકે છે, આનો સૌથી મોટો ફયદો એ છે કે જ્યારે પણ કોઈ એનએફટીને વેચવામાં આવે છે ત્યારે તે એનએફટી બનાવનારને અથવા નિર્માતાને તેમાંથી અમુક ટકા રોયલ્ટી મળે છે અને જ્યાં સુધી તે એનએફટી વેચવાનું ચાલુ રહેશે ત્યાં રોયલ્ટી મળતી જ રહે છે.