આલ્કોહોલનું વધુ પડતું સેવન આંતરડાની બેક્ટેરિયલ એક્ટિવિટીને ખોરવી નાખે છે
માનવીનું મગજ એટલે જાણે પ્લાસ્ટિકનો ઉકરડો
- Advertisement -
2025ના આ ચાલુ વર્ષ દરમિયાન હજુ હમણાં જ એમેઝોનના ઘટાટોપ વરસાદી જંગલોમાં ખુબ ઊંડે સંશોધનો કરી રહેલા યેલ યુઈવર્સિટીના વૈજ્ઞાનિકોને એક અજીબ પ્રકારની અસાધારણ ક્ષમતા ધરાવતી ફૂગ મળી આવી છે. આ ફૂગ પ્લાસ્ટિકને ગળચી જઇ તેનું વિઘટન પણ કરી શકે છે. આ ફુગને પેસ્ટાલોટીઓપ્સિસ માઇક્રોસ્પોરા તરીકે ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિકનો કચરો જ્યારે આપણા સમયની સૌથી મોટી પર્યાવરણીય કટોકટી બની ચૂકી છે,ત્યારે આ ઝીણકુ એવું સજીવ આપણાં માટે પ્રકૃતિના આશીર્વાદ લઈને આવ્યું છે. આપણે બહુ મોટા મોટા ઉકેલ શોધતા હોઈએ, વિરાટ પ્રોજેક્ટનું આયોજન કર્યા હોઈએ પણ પ્રકૃતિ એક નાના એવા જીવમાં જંગી ફેક્ટરી સ્થાપી શકે છે. પ્રયોગશાળા પરીક્ષણોમાં બહાર આવ્યું છે કે આ વિચિત્ર ફૂગ સામાન્ય શ્રેણીના પ્લાસ્ટિકને અગાઉની જાણીતી એવી કુદરતી પ્રક્રિયાઓ કરતા ઘણી વધુ ઝડપથી પચાવી જશે. આ ફૂગ આવી રીતે હાનિકારક કચરાને નિરુપદ્રવી કાર્બનિક સામગ્રીમાં ફેરવી નાખે છે.
જે બાબત આ શોધને આટલી નોંધપાત્ર બનાવે છે તે, ઇકોસિસ્ટમ્સ અને માનવ જીવન એમ બન્ને પર તેની સંયુક્ત સંભવિત અસરો છે. પ્લાસ્ટિક પ્રદૂષણ મહાસાગરો, નદીઓ અને ધરતીમાં ઊંડે સુધી ઘુસી જઈ આ પ્રાકૃતિક મૂડીને વાંઝણી બનાવી દે છે. તે વન્યજીવનને નુકસાન પહોંચાડે છે અને ફૂડ ચેઇનમાં પ્રવેશ કરે છે. આ ફૂગનો ઉપયોગ કરીને આપણે પ્લાસ્ટિકના ભરાવાને નાટકીય રીતે ઘટાડી શકીશું. અત્યાર સુધી આપણે આ સમસ્યાનો ઉકેલ રસાયણો અને રિસાયક્લિંગમાં શોધતા હતા, પરંતુ આ નવી અણધારી શોધે એક બહુ મોટી આશા જગાવી છે. પ્લાસ્ટિકના નિકાલની અત્યાર સુધીની પરંપરાગત પદ્ધતિઓમાં અનેક સાધનો સ્ત્રોત અને ઊર્જાની જરૂર પડતી હતી પરંતુ આ પ્રાકૃતિક ઉપાય એકદમ સરળ સહજ કાર્યક્ષમ અને ચિરંજીવ બની રહેશે.
આ સફળતા એ પૃથ્વીની જૈવવિવિધતામાં છુપાયેલ અનંત સંભાવનાઓની આપણને યાદ અપાવે છે. તે એ પ્રસ્થાપિત કરે છે કે, નાનામાં નાનો, ક્ષુલ્લક દેખાતો સજીવ પણ પોતાની ભીતર માનવજાત સામેના સહુથી ભયંકર પડકારોનો ઉકેલ હોય શકે. જો વધુ સંશોધન મોટા પાયેની તેની અસરકારકતાની પુષ્ટિ કરે , તો આ ફૂગ ભવિષ્યની પેઢીઓનું જીવન ઊજળી દેશે. પ્રદૂષણનો સામનો કરવા અને પૃથ્વીને સુરક્ષિત કરવાના વૈશ્વિક પ્રયત્નોમાં આ ખોજ સીમાચિહ્નરૂપ બની રહેશે. આ ખોજ પ્રકૃતિથી વિખૂટી પડી રહેલ પ્રજાને પ્રકૃતિ સાથે એકરૂપતા સાધવા પ્રેરણા આપશે. આ શોધ એક એવા નવા ખયાલનો પાયો નાખશે કે દરેક મોટી સમસ્યાનો ઉકેલ માટે ટેકનોલોજી પાસે જ હોય શકે તે માન્યતા ખોટી છે, અને પ્રકૃતિ પાસે માનવજાતની સમસ્યાઓ માટે અનંત ઉકેલો છે.
વિસ્થાપિતોને એકસો વીસ વર્ષે ન્યાય; એક અજીબ પ્રેરક કથા
2025ના આ વર્ષમાં અમેરિકન કેલિફોર્નિયાની “યુરોક” નામની આદિજાતિની પ્રજાને એક ઐતિહાસિક અને સીમાચિન્હ રૂપ વિજય પ્રાપ્ત થયો છે. આ આદિ જાતિના લોકોને અહીંની ક્લામાથ નદીની બાજુમાં 50000 એકર એટલે કે લગભગ 73 ચોરસ માઇલ જમીન પરત મળી છે જે તેમની પાસેથી એકસો વીસ વર્ષ પહેલાં આંચકી લેવામાં આવી હતી. આ અંગેની કાનૂની કાર્યવાહી છેલ્લા 25 વર્ષથી ચાલી રહી હતી જેનો અંતિમ ચુકાદો 6જૂન 2025ના રોજ આવી જતા આ આદિજાતિ હવે આ પ્રદેશની કાયદેસરની માલિક બની છે. આ ઘટના માત્ર પ્રદેશની પુન: રચના નથી પણ તેમના સાંસ્કૃતિક વારસા, પરંપરાઓ અને જીવનશૈલીની પુન: સ્થાપના પણ છે. સદીઓથી વિસ્થાપિત તરીકે હાંસિયામાં ધકેલાઈ ગયેલા આ લોકો માટે તે જીવનની નવેસરથી પ્રાપ્તિ જેવી વાત છે.
યુરોક લોકો હજારો વર્ષોથી ક્લામાથ નદીના તટવર્તિય પ્રદેશમાં રહેતા આવ્યા છે. અહીંની આ ધરતી અને નદીઓ, જે તેમના જીવનદાતા છે તેની સાથે તેઓનો બહુ ગહેરો નાતો રહ્યો છે. આ નદી તેમની સંસ્કૃતિમાં કેન્દ્રસ્થાને છે. અહીથી તેમને તેમના જીવન નિર્વાહના તેમજ તેમની ખાસ પ્રકારની આધ્યાત્મિક જરરિયતના સંસાધનો પ્રાપ્ત થાય છે. એક સદી પહેલા આ જમીન તેમની પાસેથી ચાલી જત તેમના આગવા પરંપરાગત જીવનમાં બહુ મોટો વિક્ષેપ આવ્યો હતો. આ પરિવર્તનથી આ આદિજાતિનો તેમના મૂળ સાથેનો નાતો તૂટતો જઇ રહ્યો હતો.
જમીનની કારભારી ફરીથી મેળવીને યુરોક હવે નદીના મૂળ સ્વરૂપને સક્રિયપણે પુનર્સ્થાપિત કરવા, સ્થાનિક ઇકોસિસ્ટમ્સનું રક્ષણ કરવા અને પવિત્ર સ્થળોને જાળવી રાખવામાં સક્ષમ છે. આ વિજય એ પણ સુનિશ્ચિત કર્યું છે કે ભાવિ પેઢી એ જ જગ્યાએ તેમની સંસ્કૃતિ જીવંત રાખી શકશે જ્યાંથી તેઓ ઉદભવ પામ્યા હતા. આ જમીનનું વળતર કાનૂની અથવા રાજકીય લક્ષ્ય કરતાં વધુ છે, તે ઓળખ, વારસો અને જીવનની રીતની પુન: સ્થાપના છે. યુરોક આદિજાતિની આ સફળતા સ્થાનિક સમુદાયોની શાશ્વત તાકાત અને પોતાની ધરતી તેમજ સંસ્કૃતિ બન્ને જાળવી રાખવાની તેમની ક્ષમતાનું ઈનામ છે
- Advertisement -
આલ્કોહોલનું વધુ પડતું સેવન શરીરની બેક્ટેરિયલ એક્ટિવિટી ને ખોરવી નાખે છે
આલ્કોહોલનું વધુ પડતું સેવન ન તો કેવળ લીવરને જ નુકસાન પહોંચાડે છે બલ્કે તે આંતરડાની કેટલીક મહત્વપૂર્ણ પ્રતિક્રિયાઓને પણ સ્થગિત કરી દે છે. એક આધારભૂત સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે, પીવાની આદત ળઅઈવછ4 નામના એક વિશિષ્ટ પ્રોટીન કોષની સક્રિયતા ઓછી કરી નાખે છે જે બેક્ટેરિયાની સામે બાથ ભીડવા રોગ પ્રતિકાર તંત્રને તાલીમ આપવામાં આંતરડાને મદદ કરે છે. તેની ઓછી સક્રિયતાના સંજોગોમાં બેક્ટેરિયા લોહીના પ્રવાહમાં સરકી જઇ લીવર સુધી પહોંચી જઈ આલકોહોલથી લિવરને જે ઈજા પહોંચી હોય તેને વધુ વણસાવે છે છે. આ બાબત દાહની સ્થિતિ ઓર બગાડે છે અને તેનાથી નુકશાનનું એક નવું ચક્ર ચાલુ થાય છે. જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સારવાર અને આલ્કોહોલ બંધ કરી ળઅઈવછ4 પ્રોટીનને પુન: સક્રિય કરી ઈમ્યુનીતીને ફરી તાલીમ આપવા આંતરડાને સક્ષમ કરી શકાય છે. આ રીતે બેક્ટેરિયાને નિયંત્રિત કરવાની અને યકૃતના તણાવને સરળ બનાવવાની અનુકૂળતા ઊભી કરે છે. સ્કિઝોફ્રેનિઆ જેવી સ્થિતિ માટે પહેલેથી જ પરીક્ષણમાં ળઅઈવછ4ને સક્રિય કરતી દવાઓ આશા બંધાવી શકે છે. આનાથી પણ વધુ આશાસ્પદ, ખઅઈઇંછ4 મગજના એ પ્રદેશો સાથે જોડાયેલા છે જે આદત અને વ્યસન સંબંધિત બાબતોનું ધ્યાન રાખે છે. આ પ્રોટીનને જાળવાથી ફક્ત લીવરનું રક્ષણ જ નહીં બલ્કે દારૂના સેવનથી ઊભી થતી અવ્યવસ્થા સામે પણ ઝઝૂમે છે. આમ તેનાથી શરાબનું સેવન કરનારા લોકોને પણ મદદ મળી શકે છે. આલ્કોહોલનું સેવન બંધ કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ આ શોધ નવી સારવારની સંભાવનાઓ ખોલે છે.
ચીપ ઉત્પાદન ટેકનોલોજી વિકાસ ક્ષેત્રે ભારતની હરણફાળ
સેમિક્ધડક્ટર ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે લીડર બનવા તરફ ભારતે એક વિશાળ કદમ માંડી લીધું છે. સરકારના નિર્ણયો અને નીતિઓને નક્કર રૂપ આપતા ટાટા જૂથે સેંકડો ભારતીય કર્મચારીઓને વિશેષ સેમિક્ધડક્ટર તાલીમ માટે તાઇવાન મોકલ્યા છે. આ વ્યૂહાત્મક પગલું કંપનીની પોતાની અદ્યતન ચિપ બનાવવાની ઇકોસિસ્ટમ તૈયાર કરવા અને આયાત પરનું અવલંબન ઘટાડવા માટેની ભારતની યાત્રામાં એક નવા વળાંક જેવું છે. આ બેચમાં પ્રશિક્ષણ લઈ રહેલા કર્મચારીઓ ચિપ ડિઝાઇન, ચીપ ઉત્પાદન પ્રક્રિયાઓ, ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક એસેમ્બલી તકનીકોમાં નિર્ણાયક કુશળતા શીખી રહ્યાં છે. આ પહેલ પ્રત્યક્ષ રીતે ટાટાના આગામી પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે, જેમાં ગુજરાતના ધોલેરામાં સેમિક્ધડક્ટર ઉત્પાદન સુવિધા અને આસામમાં કટીંગ એજ એસેમ્બલી અને પરીક્ષણ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સે હજારો નોકરીઓ ઊભી કરવાની અને ભારતના ઉચ્ચ તકનીકી ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા મોટા રોકાણોને આકર્ષિત કરવાની અપેક્ષા છે. સેમિક્ધડક્ટર્સ એ આધુનિક તકનીકીની કરોડરજ્જુ છે, જે સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક વાહનોથી લઈને સંરક્ષણ પ્રણાલીઓ અને અઈં સુધીની દરેક વસ્તુ માટે પાયાની આવશ્યકતા છે. કંપનીનું આ કદમ તેની પોતાની ઉત્પાદન ક્ષમતાઓ વિકસિત કરવા ઉપરાંત ભારતને વૈશ્વિક તકનીકી રેસમાં ભારતને એક મુખ્ય ખેલાડી તરીકેનું સ્થાન અપાવવામાં સહાયક બનશે. ટાટાનું આ આ સાહસી કદમ ફક્ત ચિપ્સ બનાવવાનું નથી-તે આત્મનિર્ભર ભાવિ બનાવવા, ભારતની તકનીકી સાર્વભૌમત્વને મજબૂત બનાવવા અને નાવીન્ય તેમજ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં નવા યુગની શરૂઆતને ચિહ્નિત કરવા વિશે છે.
કરુણા અને ધૈર્યમાં અકલ્પ્ય સામર્થ્ય છે; એક દિલધડક સત્યકથા
એન્ટોન બેકારીનો એક યહૂદી વંશી ધંધાર્થી હતો. તેની જે બેકરી હતી તે જર્મનીની સમયની સહુથી વધુ નામના પ્રાપ્ત ફૂડ કંપની હતી. લોકોએ તેમને એક વખત જ્યારે પૂછ્યું કે, યહૂદીઓ પર અત્યાચાર ગુજારવા હિટલરે જે કોઠા વ્યૂહ તૈયાર કર્યો હતો તેમાંથી તેઓએ પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત બચાવી લીધી? તેમના સવાલના પ્રતિભાવમાં એન્ટને તે લોકો સમક્ષ એક વાત શેર કરી. તેમની વાતમાં ભરપૂર સાહસ અને કરુણાનું નિરૂપણ હતું. તેની વાતની શરૂઆત એક એવી બંધ પેકડ ટ્રેઈનથી થતી હતી, જ્યાં અસહ્ય ઠંડીમાં તેને અને તેની જેવા બીજા અનેક લોકોને ખોરાક પાણી અને પર્યાપ્ત કપડાં વીના ભયાનક ટાઢમાં થરથરતા કેદ કરવામાં આવ્યા હતા. આ ટ્રેન ખાસ આવા યહૂદી કેદીઓ માટે જ બનાવવામાં આવી હતી. ટ્રેઈનની બહાર પણ એટલી જ તીવ્ર ઠંડી આ કેદીઓના ભયાનક મોતની રાહ જોતી રાક્ષસી કહેર વર્તાવી રહી હતી. આ કેદીઓમાં એક માણસ ખુબ વૃદ્ધ હતો. રાતની કાતિલ ઠંડીમાં તેની ચીસો નીકળી જતી હતી. તે સખ્ખત ધ્રૂજતો હતો. એન્ટોન પોતે પણ થીજી ગયા જેવી હાલતમાં હોવા છતાં પોતાના હાથથી ઘસીને તે વૃદ્ધના ચહેરા હાથ અને છાતીમાં ગરમાવો આપવા પ્રયાસ કરતો હતો. પોતે ખુબ જ નંખાઈ ગયો હોવા છતાં એ વૃદ્ધની હિંમત ટકી રહે તે માટે તે તેની સાથે પરણે જાત જાતની વાતો કરતો. તે એ વૃદ્ધને છેક સવાર સુધી પોતાની સાથે વાતોમાં જોતરી રાખતો. એક વખત આવી રીતે જ્યારે સવાર થયું ને દિવસ સૂર્યના પ્રકાશથી કાંઈક જીવંત થયો ત્યારે એંટોને ગાડીમાં જોયું તો તે અને પેલા વૃદ્ધ સિવાય ટ્રેઈનના ડબ્બામાં પૂરવામાં આવેલા તમામ લોકો મૃત્યુ પામ્યા હતા. ફક્ત તે અને વૃદ્ધ માણસ હજી પણ જીવંત હતા.. આ જીવન તે હૂંફની દેન હતી જે તેઓએ એક બીજાને આપી હતી.તેઓએ જે હૂંફ શેર કરી હતી. આ ક્ષણનો પ્રતિઘોષ આપતા કરતાં એન્ટોન જિંદગીના એ બોધને સમજાવે છે:
“અસ્તિત્વનું રહસ્ય અન્યને હૃદયનો સધિયારો આપવામાં છે. જ્યારે તમે બીજાને હૂંફ આપો છો, હિંમત આપો છો ત્યારે તમને પોતાને એ હૂંફ એ સધિયારો અદ્રશ્ય રીતે પાછા મળે છે. જ્યારે તમે કોઈને જીવવા માટે મદદ કરો છો, ત્યારે તમે પણ ટકી જાઓ છો.” તે સમયના અંધારામાં ઘટી સત્ય હતું. એક યાદ કે માનવતાની શક્તિ કરુણામાં રહેલી છે.
લુપ્ત થઇ રહેલી મધમાખીઓ માટે સુપરફૂડની ખોજ ક્રાંતિકારી બની રહેશે
વૈશ્વિક સ્તરની એક અત્યંત આધારભૂત સંશોધન યાત્રા બાદ દાયકાઓના અંતે વૈજ્ઞાનિકોની એક ટીમને એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. આ સંશોધન છે મધમાખીઓ માટે પ્રાકૃતિક પ્રકારનું ફૂડ સપ્લીમેન્ટ વિકસાવવાનું. જી હા! તમે યોગ્ય જ વાંચી રહ્યા છો! દાયકાઓ પર્યત ઘટતા જતા વનસ્પતિ વૈવિધ્યના કારણે મધમાખીઓએ પોતાનું જીવન ટકાવી રાખવું અઘરું થઈ પડ્યું હતું. આ પરિસ્થિતિમાં આ સંશોધન મહત્વપૂર્ણ બની રહે છે. તેને મધમાખીઓના “સુપરફૂડ” તરીકે પણ ઓળખાવવામાં આવે છે. મધમાખીઓ માટેના લગભગ તમામ કોમર્શિયલ ફૂડમાં અત્યંત મહત્વપૂર્ણ એવા સ્ટીરોલ્સ સંયોજનો હોતા નથી. આ સંયોજનો મધમાખીઓ જાતે પોતાના શરીરમાં ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ મધમાખીઓના સશક્ત અને તંદુરસ્ત બની રહેવા માટે તે ખુબ જ જરૂરી હોય છે. વૈજ્ઞાનિકોએ “યીસ્ટ યારોવીઆ લીપોલાઈટીકા”ના ભીતરી સ્વરૂપમાં ફેરફારો કરી મધમાખીઓ માટે ખુબ જ આવશ્યક એવા છ સ્ટીરોલ્સ વિકસાવ્યા છે જે ખરેખર કુદરતી પરાગની પોષણ રચન જેવા જ હોય છે. આ ખોજનો ફાયદો એ છે કે, મધમાખીની વસાહતો આ સમૃદ્ધ આહાર પામી પંદર ગણા વધુ લારવા તૈયાર કરે છે. મધના સર્જનના તમામ તબક્કાઓ દરમિયાન આ નવા સુપરફૂડની નોર્મલ ફૂડ કરતા અનેક ગણી સારી અસરો જોવા મળી હતી. આ સૂપરફૂડ પર મધમાખીઓને ત્રણ મહિના રાખવામાં આવી પછી મધની ગુણવત્તામાં પણ ઘણો સુધારો જોવા મળ્યો હતો. હાલમાં મધમાખીની વસ્તી ચિંતાજનક રીતે ઘટી રહી છે. વનસ્પતિ વૈવિધ્ય લુપ્ત થઈ રહ્યું છે. જંતુનાશક દવાઓ અને રાસાયણિક પ્રદૂષણના કારણે મધમાખીઓને આકર્ષતા ફૂલોની વસાહતો ઘટી રહી છે ત્યારે આ શોધે એક આશા જગાવી છે. મધપૂડાઓને ઉત્તેજન આપવાથી ન તો કેવળ કૃષિ સમૃદ્ધ બનશે બલ્કે દુર્લભ જંગલી પરાગ પર મધમાખીના નિર્ભરતાને પણ ઘટાડી શકે છે, મૂળ પરાગ રજકો માટે વધુ સંસાધનો છોડી દે છે જેની ઘણી વાર અવગણના કરવામાં આવે છે. આ ક્ષેત્રે પ્રયોગો હજુ ચાલુ છે પરંતુ આ સુપરફુડ પરાગ રજકો અને વિસ્તરણ દ્વારા આપણાં વૈશ્વિક ખાદ્ય પુરવઠાના નવા સાધન તરીકે એક સાર્થક વચન જરૂર છે.
પ્લાસ્ટિક છેક આપણાં
મગજની ભીતર ઘૂસી ચૂક્યું છે
પ્લાસ્ટિક પ્રદૂષણ હવે એવી એવી જગ્યાએ પહોચ્યું છે જેની માનવીએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. માણસ અત્યાર સુધી એમ સમજતો હતો કે આ પ્રદૂષણથી બહુ બહુ તો નદી નાળા સમંદર આકાશ પ્રદૂષિત થશે,પરંતુ છેલ્લા સંશોધનોમાં એક ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે, આપણું આ પ્રિય પ્લાસ્ટિક છેક માનવ મગજની અંદર ઘુસી ચૂક્યું છે. હા, આ બીલકુલ સાચી જ વાત છે. ઠેર ઠેરથી પ્લાસ્ટિક ઉલેચતા માનવીએ પોતાના મગજની ભીતર સરેરાશ પ્લાસ્ટિકની એક નાની ચમચી જેટલું માઇક્રો પ્લાસ્ટિક ઘાલી દીધું છે. આ માઇક્રોપ્લાસ્ટિક્સ પાંચ મિલીમીટરથી ઓછી લંબાઈના પ્લાસ્ટિકના નાના ટુકડાઓ છે, અને તે હવે આપણા પર્યાવરણમાં વ્યાપક છે – મહાસાગરો, હવા, માટી અને આપણે જે ખાઈએ છીએ તેમાં પણ તે મળી આવે છે.
આ માઇક્રોસ્કોપિક કણો પૂરા શરીરની યાત્રા કરતા કરતા અવયવો, પેશીઓમાં થઈ અને હવે મગજ સુધી પહોંચ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ માઇક્રોપલસ્તિક મગજના સ્વાસ્થ્ય લાંબા ગાળાની અસરો પેદા કરી શકે છે. મગજમાં તેની મોજુદગી ન્યુરોલોજીકલ કાર્ય, દાહ અને મગજના સર્વસામાન્ય આરોગ્ય પરના સંભવિત પ્રભાવો ચીંતાજનક છે. મગજ એક રહસ્યમય નાજુક અને જટિલ અંગ છે. તેમાં આવા સૂક્ષ્મ ફોરીન બોડી પણ સમય જતાં મગજની પ્રક્રિયાઓને પ્રભાવિત કરી શકે છે. આ શોધ માનવ સ્વાસ્થ્ય પર પ્લાસ્ટિક પ્રદૂષણની વધતી અસરને ઉજાગર કરે છે. આપણે હવે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં પેકેજિંગ અને ઇલેક્ટ્રોનિક્સથી લઈને ઘરની રોજિંદી વસ્તુઓ સુધી પ્લાસ્ટિક છવાઈ ગયું છે. આ સૂક્ષ્મ કણો આપણા શરીર સાથે કેવી રીતે સંપર્ક કરે છે અને પ્લાસ્ટિકના વિકલ્પોમાં પર્યાવરણીય નીતિઓ, જીવનશૈલીની પસંદગીઓ અને નવીનતાઓ દ્વારા આપણે કેવી રીતે પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરી શકીએ છીએ તે અંગે ચિંતન કરવું જરૂરી બને છે. મગજમાં માઇક્રોપ્લાસ્ટિક્સની ઉપસ્થિતિ એ ચેતવણીની આખરી ઘંટડી છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસનું પ્રદૂષણ ફક્ત પર્યાવરણને અસર કરતું નથી, તે આપણા શરીર સાથે સીધો સંપર્ક કરે છે.
શરીરમાં પ્લાસ્ટિકના આ માઇક્રો પાર્ટિકલના પ્રવેશ માટે રસોઈ માટેના નોન સ્ટીક ઉપકરણો નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. રસોઈને તે સરળ બનાવી શકે છે, પરંતુ આધારભૂત સંશોધનોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે, નોન સ્ટીક પાન પરનો માત્ર એક જ સ્ક્રેચ આપણાં ખોરાકમાં સીધા જ 9,000 માઇક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિક કણોને ભેળવી શકે છે. આ કણો એટલા નાના હોય છે કે તે નરી આંખે જોઈ શકાતા નથી. તેમ છતાં એકવાર ઇન્જેસ્ટ થયા પછી, તે આપણા લોહીના પ્રવાહમાં ભળી જઇ પછી મગજ સહિતના મહત્વપૂર્ણ અવયવોમાં એકઠા થાય છે. નોન સ્ટીક પેન પરનું કોટિંગ ઘણીવાર ટેફલોન કે તેના જેવી અન્ય સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. આ વાસણો જ્યારે ખુબ ઓવરહિટીંગ તપે છે કે બરછટ વસ્ત્રો કપડાથી આપણે તે સાફ કરીએ ત્યારે ટેફલોન પડ તુટે છે અને પછી આ કણો પ્લાસ્ટિકના માઇક્રો પાર્ટીકલ્સ ઉપરાંત ઝેરી રસાયણો પણ શરીરમાં છોડે છે. આ બાબત હોર્મોનલ ઈમ્બેલન્સ ઉપરાંત અલ્ઝાઇમર અને બીજા પણ કેટલાક ગંભીર રોગનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપે છે કે માઇક્રોપ્લાસ્ટિક્સના લાંબા ગાળાના સંપર્ક થકી પાચક સમસ્યાઓ, ઇમ્યુનિટી પ્રોબ્લેમ અને શરીરના મહત્વના અંગને નુકસાન પહોંચાડવામાં કારણભૂત બની શકે છે. અત્યારના આધુનિક સમયમાં મોટાભાગના ઘરોમાં નોનસ્ટીક પેનનો રોજિંદો ઉપયોગ થતો હોય છે, તેથી શરીરમાં પ્લાસ્ટિકનું સત્તત ઘૂસવાની શક્યતાઓ વધી જાય છે.
મુશ્કિલે ઇતની બઢી કે આસાન હો ગઈ
જ્યારે જ્યારે પણ આપણે અસુવિધાજનક પરિસ્થિતિઓમાં મુકાઇ જઈએ છીએ ત્યારે આપણું મગજ આ વાત બરાબર યાદ રાખી લઇ ને પછી શાંતિથી પોતાની કાર્ય પ્રણાલીને નવેસરથી સુવ્યવસ્થિત ગોઠવે છે. આ પ્રક્રિયા, જેને ન્યુરોપ્લાસ્ટીટી તરીકે ઓળખવામાં આવે છે, તે મગજમાં નવા ન્યુરલ કનેક્શન્સની રચના કરે છે, વર્તમાન સેતુઓને મજબૂત બનાવે છે અને ભવિષ્યમાં પડકારોને વધુ સારી રીતે પહોંચી વળવા માટે પણ સ્વયંને નવેસરથી સુસજ્જ કરે છે. સામાન્ય ભાષામાં એવું જે કહેવાય છે કે મુશ્કેલીઓ માનવીને ઘડે છે તે કેવળ કોઈને પોરસ ચડાવવાની વાત નથી બલ્કે મગજની અંદર આકાર લેતી એક આગવી રાસાયણિક અને વિદ્યુત પ્રક્રિયા છે. એટલે જ કમ્ફર્ટ ઝોનમાથી નવી રીત રસમ અપનાવવામાં, નવા અભિગમ વીશે વિચારવામાં હંમેશા નવી તકો પેદા કરવાની ચાવીઓ હોય છે. આપણે મુશ્કેલ કાર્યોનો સામનો કરી છીએ તે ભલે પછી તે કોઈ નવું કૌશલ્ય કેળવવાની પ્રક્રિયા હોય, તે સ્થિતિમાં મગજ પોતાની પ્રસ્થાપિત મર્યાદાઓથી આગળ જઇ નવા વ્યાયામામાં જોડાય છે. ભાવનાત્મક રીતે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે ત્યારે પણ આપણું મગજ ટુંક સમયમાં આ અનુભવોને હેન્ડલ કરવા માટે સ્વયંમાં અનુકૂલન પેદા કરે છે. તે નવા માર્ગો તૈયાર કરે છે, અગવડતા મગજને અનુકૂલન માટેના સંકેત તરીકે કાર્ય કરે છે આપણને વધુ સ્થિતિસ્થાપકતા આપી મુદ્દા કેન્દ્રિત તેમજ તાણ હેઠળ સમસ્યા હલ કરવામાં સક્ષમ બનવામાં મદદ કરે છે. ન્યુરોપ્લાસ્ટીટી પણ ભાવનાત્મક નિયમનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દરેક વખતે જ્યારે આપણે કોઈ પડકારજનક પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી છીએ ત્યારે આપણું મગજ સ્વ-નિયંત્રણ, પ્રેરણા અને ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા માટે જવાબદાર પ્રદેશોમાં જોડાણોને મજબૂત બનાવે છે. સમય જતાં, આ રીવાયરિંગ આપણામાં આત્મવિશ્વાસ જગાવી ભવિષ્યમાં ઓછા ભય અને ઓછા ખચકાટ સાથે અવરોધોનો સામનો કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આમ વિકાસ અગવડતાઓને ટાળવામાં નથી બલ્કે તેનો સામનો કરવામાં છે. તે આપણને નવા અભિગમની ભેટ આપી નવી રીતે વિચારવાની ક્ષમતા આપે છે. વર્તમાન મર્યાદાથી આગળનું દરેક ખેંચાણ મગજને શાબ્દિક સાચા અર્થમાં મજબૂત, સ્માર્ટ અને વધુ સ્વીકાર્ય બનવા માટે આકાર આપે છે. મગજની પોતાની જાતને પુનજીર્વિત કરવાની ક્ષમતા એ વૃદ્ધિ અને પરિવર્તન માટેની માનવીય સંભાવનાનો મજબૂત પુરાવો છે. પડકારોને ટાળવાને બદલે સ્વીકારીને આપણે આપણા મગજને ઉચ્ચ સ્તરનું પ્રદર્શન કરવા, પ્રતિકૂળતાનો સામનો કરવા અને આપણી પાસેની ક્ષમતાઓને અમર્યાદિત કરવા માટે સક્રિયપણે તાલીમ આપે છે. માની લીધેલી સીમાઓમાથી બહાર નીકળો, અગવડતા સ્વીકારો અને મગજને વિકસિત થવા દો
હર મર્ઝ કી દવા હૈ કુદરત
એમેઝોન રેઈનફોરેસ્ટ ફૂગ કદાચ વૈશ્ર્વિક પ્લાસ્ટિક પ્રદૂષણનો અસરકારક ઉકેલ