બી.યુ પરમિશન, ફાયર સાધનોના અભાવ અને ગેરકાયદે શેડ મામલે કોઇ કાર્યવાહી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
રાજકોટના TRP અગ્નીકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે તંત્રને કાર્યવાહીના આદેશ આપ્યા હતા પરંતુ સુરતના તક્ષશીલાના મફક રાજકોટ TRP બાદ પણ તંત્ર ઘોર બેદરકારીના હોય તેમ એક એકમના માલિક સામે કડક કાર્યવાહી કરાઇ નથી.
- Advertisement -
ત્યારે ધ્રાંગધ્રા ખાતે ચર્ચામાં રહેલી વિવાદિત ડોકટર હાઉસ ખાનગી હોસ્પિટલના છત પર ગેરકાયદેસર શેડ મામલે તંત્રે પાચ વર્ષમાં બે નોટિસ આપી પરંતુ કોઈ કાર્યવાહી કરી નહિ અને અંતે નોટિસ બાદ જ્યારે નગરપાલિકાના કર્મચારી અને ફાયર વિભાગ તપાસમાં ગયા ત્યારે ફાયર સેફ્ટી સાધનો અંગે પણ હોસ્પિટલ બેદરકાર હોવાનું સામે આવ્યું એટલું જ નહિ ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલકે નગરપાલિકાની નોતિસ્મના જવાબમાં પોતે જ સ્વીકાર્યું હતું કે હોસ્પિટલની બી.યુ પરમિશન નથી જે બાદ 9 જુલાઈના રોજ નગરપાલિકાએ આપેલી 14 દિવસની સમય મર્યાદાની આખરી નોટિસ બાદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરી નહિ અને અંતે આ ગેરકાયદે ખાનગી હોસ્પિટલ ને પૂરતો સમય આપી બચાવવા માટેના તમામ પ્રયાસ કર્યા.
પરંતુ જ્યારે રાજકોટ અથવા સુરત જેવી ઘટના અહી સર્જાશે ત્યારે હોસ્પિટલના બચાવનાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દુર્ઘટનાના જવાબદાર રહેશે તે નક્કી છે.