હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા, અત્યાર સુધીમાં 221 લોકોનાં મોત થઇ ચૂક્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
- Advertisement -
મણિપુરના પહાડી જિલ્લાઓમાં સેંકડો આદિવાસી કુકી-ઝો લોકો સમુદાય માટે કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે રાજકીય ઉકેલની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ વિરોધનું નેતૃત્વ ઈન્ડિજિનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે કલમ 239 અ હેઠળ વિધાનસભા સાથે યુટીની રચના કરવી એ સંઘર્ષનો ઉકેલ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સંઘર્ષને રોકવા માટે કેન્દ્રના હસ્તક્ષેપની માંગ કરી હતી. અત્યાર સુધીમાં મણિપુરમાં ઓછામાં ઓછા 221 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને 50,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા છે. તેઓ તાત્કાલિક ઉકેલની માગણી કરી રહ્યા છે. દેખાવકારોએ જણાવ્યું છે કે જ્યાં સુધી કોઈ રાજકીય ઉકેલ નહીં આવે ત્યાં સુધી રાજ્યમાં શાંતિ સ્થપાશે નહીં. આ માટે કુકી-ઝો લોકો માટે કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરવી જરૂરી છે. મૈતઈ લોકો સાથે બળજબરીપૂર્વકનું જોડાણ ટકશે નહીં. દેખાવકારોએ કહ્યું કે તેઓ કલમ 239 અ હેઠળ યુટીની માગણી કરી રહ્યા છે અને તેવા પ્લેકાર્ડ સાથે તેમણે ઠેકઠેકાણે દેખાવો કર્યા હતા. આ સાથે જ કાંગપોકપી, તેંગનોપલ અને ફિરઝોલ જિલ્લામાં પણ આવી જ રેલીઓ યોજાઈ હતી. આદિવાસી સંસ્થાઓના અગ્રણી જૂથે જણાવ્યું હતું કે સરકારે રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલા વંશીય સંઘર્ષનો રાજકીય ઉકેલ શોધવાની પ્રક્રિયાને ઝડપી બનાવવી જોઈએ સુરક્ષાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી, નાગરિકોને દરરોજ મારવાનું જોખમ છે.