23 વર્ષ પહેલા મોરારીબાપુના હસ્તે ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’નો પ્રારંભ થયો ત્યારથી દર વર્ષે દીપોત્સવી અંક પ્રસિદ્ધ કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રમ્ય પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતા અને કલા, કારીગરી, કૌશલ્ય તથા સાહિત્યને ઉજાગર કરતા એકમાત્ર મલ્ટીમીડિયા મેગેઝીન ’વિશ્વકર્મા વિશ્વ’ના દીપોત્સવી વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ’વિશ્વકર્મા વિશ્વ’ના તંત્રી પ્રવીણ ગજજર, ગુર્જર સુતાર ક્ધયા છાત્રાલયના ચેરમેન અને ઉદ્યોગપતિ જગુભાઈ ભારદીયા, ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી અને જીએચપી ગ્રુપના પ્રમુખ યોગીન છનિયારા અને ગુર્જર સુતાર પ્રગતિ મંડળના અધ્યક્ષ એડવોકેટ અરવિંદભાઈ ગજજર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
23 વર્ષ પહેલા મોરારીબાપુના હસ્તે ‘વિશ્વકર્મા વિશ્વ’નો પ્રારંભ થયો ત્યારથી દર વર્ષે દીપોત્સવી અંક પ્રસિદ્ધ કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ રમ્ય પબ્લિકેશન દ્વારા 112 પાનાનો આ દળદાર દીપોત્સવી વિશેષાંક પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ વિશેષાંકમાં સુપ્રસિદ્ધ લેખક કૌશિક મહેતા ઉપરાંત જોરાવરસિંહ જાદવ, નટવર આહલપરા, હસમુખ બોરાણીયા સહિતના અનેક પ્રસિદ્ધ લેખકોના લેખો અને વાર્તાઓનો સમાવેશ કરાયો છે.’વિશ્વકર્મા વિશ્વ’ દર મહિનાની 10મીએ પ્રકાશિત થાય છે અને તેની ડિજિટલ આવૃત્તિ દેશ-વિદેશના દોઢ લાખથી વધુ વાંચકો સુધી પહોંચે છે. વાંચકો www.vishwakarmavishwa.com અથવા તેની મોબાઇલ એપ પર પણ તેને વાંચી શકે છે. લવાજમ ભરવા માટે યાજ્ઞિક રોડ પર રાજેશ બુક સ્ટોલનો અથવા મો. 90999 49565 પર પેમેન્ટ કરી સંપર્ક કરવા જણાવાયું છે.



