સરકારી નોકરી એટલે સરકારી જમાઈ એ ઉક્તિ હવે ભૂતકાળ બની જશે!
ખાસ-ખબર સંવાદદાતા
ઉતરપ્રદેશના રાજય સરકારના કર્મચારીઓમાં હાહાકાર મચી ગયો છે. યુપીની યોગી સરકાર સરકારી વિભાગોમાં કાર્યરત 50 વર્ષથી વધુ વયના કર્મચારીઓને ફરજીયાત અને જબરદસ્તીથી નિવૃત કરવા જઈ રહી છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં હાહાકાર મચ્યો છે, જો કે કામચોર, લાંબા સમયથી બીમાર, ભ્રષ્ટાચાર અંગે જેમની તપાસ છે તેવા કર્મચારીઓને ફરજીયાત રિટાયરમેન્ટનો નિર્ણય લેવાયો છે, જયારે નિષ્કલંક કર્મચારીઓને ફરજીયાત નિવૃતિનો ખતરો નથી. જે કર્મીઓ ભ્રષ્ટાચાર, કામચોરીના આરોપોમાં સંડોવાયેલા છે, ગંભીર બીમારીથીગસ્ત છે તેની જાણકારી 15 ઓગષ્ટ સુધીમાં કાર્મિક વિભાગમાં આપવી પડશે. બીજી બાજુ જે કર્મચારીઓ પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી કે તેમની કોઈ તપાસ નથી થતી જેમનું પર્ફોર્મન્સ બહેતર છે તે ફરજીયાત નિવૃત નહીં થાય.
- Advertisement -
આવા કર્મચારીઓ જે પદ પર છે, તેના માટે ઉપયોગી છે.
દિલ્હીમાં પણ ફરજીયાત નિવૃતિની તૈયારી: યુપી જ નહીં, દિલ્હી સરકારમાં પણ નિષ્ક્રીય સરકારી કર્મચારીઓને સમય પહેલા ફરજીયાત સેવા નિવૃત કરવાની તૈયારી ચાલી રહી છે. ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા અધિકારીઓ પર કાર્યવાહી બાદ ઉપરાજયપાલે હવે આ નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકારે આવા કર્મચારીઓ અને અધિકારીઓના કામકાજની સમયાંતરે સમીક્ષા રિપોર્ટ આપવા માટે એક પાંચ સભ્યોની સમીતીની રચના પણ કરાઈ છે.