દેશના નાગરિકો માટે પાન અને આધારકાર્ડ લીંક કરવા માટેની રૂા.1000ના દંડ સહિતની સમય મર્યાદા ગઈ મધરાતથી તા.30 જૂન 2023ના પુરી થઈ છે અને તેથી જે પાન-આધાર લીંકઅપ થયા નથી તેઓના તમામના પાનકાર્ડ હવે ડીએકટીવ થઈ ગયા છે અને ભવિષ્યમાં જેઓને જે જે વ્યવહારો માટે પાનકાર્ડની આવશ્યકતા હશે તેઓને મુશ્કેલી પડી શકે છે. મધરાતે પેનલ્ટી સહિત પાન-આધાર લીંકઅપની પુરી થયેલી ડેડલાઈન પુર્વે જેઓએ આ લીંક-અપ માટે કોશિશ કરી છે અને તેમના બેન્ક ખાતામાંથી લેઈટ ફીના રૂા.1000 કપાઈ ગયા છે પણ તેઓને હજુ આ લીંકઅપ થયા નથી તેમને આવકવેરા વિભાગે રાહત આપવા નિર્ણય લીધો છે.
આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે. જેઓને આ પ્રકારે લીંકઅપમાં મુશ્કેલી પડી છે અને જેઓના ખાતામાંથી રૂા.1000ની પેનલ્ટી કપાઈ ગઈ છે તે પ્રકારના કેસમાં આવકવેરા વિભાગ વિચારશે અને લીંકઅપ માટે તેઓને તક આપશે તથા તે બાદ તેઓના પાનકાર્ડ ડીએકટીવ થશે નહી. આ અંગે આવકવેરા વિભાગે ખાસ જણાવ્યું છે કે તે કેસમાં ‘પોર્ટલ-ઈ-વે-ટેક્ષ ટેબ’માં જઈને તેના ચાલાન (પેમેન્ટની રીસીપ)ની સ્થિતિ ચકાસી શકે છે અને જો તે પેમેન્ટ ‘સકસેસફુલ’ કેટેગરીમાં દર્શાવાયુ હોય તો તે વ્યક્તિ ફરી લીંક કરાવવાની પ્રક્રિયા આગળ વધારી શકશે. આ માટે તેણે રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી અને તે સિવાય સફળતાપૂર્વક તેનું પેમેન્ટ કર્યુ હોય છે તેને આ પેમેન્ટ રીસીપ (ચાલન નકલ) સાથે મેઈલ પણ મોકલાયો જ છે.
- Advertisement -
બેન્ક ખાતાઓ ખોલાવી નહી શકે
આવકવેરા વિભાગે આ પ્રકારના કેસમાં ખાસ વિચારણા પણ કરશે. પાનકાર્ડ અને આધારને લીંકઅપ કરાવાનો કાનૂન છેક 2017થી લાગુ છે અને વારંવાર તેની ડેડલાઈન વધારાઈ છે. બાદમાં 31 માર્ચ 2022 સુધી કોઈ દંડ પણ થતો ન હતો. બાદમાં જૂન 2022 સુધી રૂા.500 અને જૂન 2023 સુધીમાં રૂા.1000ના દંડની જોગવાઈ કરવામાં આવી હતી. હવે જેઓના પાન-આધાર લીંકઅપ નથી તેમના પાનકાર્ડ ડીએકટીવ થઈ જશે અને તેથી જેઓએ આ પ્રકારના પાનકાર્ડમાં આવકવેરા રીફંડ ડયુ હશે તે પણ નહી મળે અને મ્યુચ્યુઅલ ફંડ વિ. યોજનામાં પણ રોકાણ, મોટી રકમની ખરીદી, વેચાણ કે બેન્ક ખાતા ખોલવામાં પણ મુશ્કેલી પડશે. બેન્ક એફડી સહિતના રોકાણ સમયે પણ મુશ્કેલી પડશે.
મધરાતથી પાન-આધાર લીંકઅપની સુવિધા બંધ થઈ છે અને છેક 2017થી આ પ્રક્રિયા ચાલુ હતી તેનો હવે અંત આવતા જે પાનકાર્ડ ડીએકટીવ થયા છે તેઓ માટે ભવિષ્યમાં મુશ્કેલી વધશે અને ખાસ કરીને નાણાકીય વ્યવહારોમાં પ્રશ્ન સર્જાશે. જો કે સરકાર પેનલ્ટી વધારીને વધુ એક તક આપે તેવા સંકેત છે.
- Advertisement -



