ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય રહેવાસીઓને જાણ કરવામાં આવે છે કે જે અરજદારોનો વર્ષ 2002-03 તેમજ ત્યાર બાદની બીપીએલ યાદીમાં સમાવેશ ન થયા હોય તેવા અરજદારો અથવા કુટુંબની મુખ્ય વ્યકિતનું મૃત્યુ થયું હોય અને વિધવા મહિલા કુટુંબના વડા હોય તેવા કુટુંબો, ગંભીર રોગની બિમારી ધરાવતા કુટુંબો તથા વિકલાંગ કુટુંબોએ પોતાના નામ આ યાદીમાં સમાવવા માટે જરૂરી સર્વે કરાવવાની તા. 31-05 સુધી લંબાવવામાં આવી છે, આથી નિયત નમુનામાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ નીચે મુજબના સાધનીક કાગળો સાથે કચેરી સમય દરમ્યાન આ અંગેની અરજી કરવાની રહેશે.
વર્ષ 2002-03ના સર્વેમાં તેમજ ત્યાર પછીના સર્વેમાં જેનો સર્વે થયેલ હોય અને જેમનો સમાવેશ 0થી પરના સ્કોરમાં થયો હોય તેવા અરજદારો ફરીથી અરજી કરવાની રહેતી નથી, જે કુટુંબો આ યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માંગતા હોય તેમણે રેશનકાર્ડ ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, જમીન ધરાવતા હોય / ન ધરાવતા હોય, (તલાટી-કમ-મંત્રીનો દાખલો), કાચું પાકુ મકાન ધરાવે છે/ ધરાવતા નથી (તલાટી-કમ-મંત્રીનો દાખલો) આવક અંગેનો સક્ષમ સત્તાધિકારીનો દાખલો વગેરે સાથે અરજી કરવાની રહેશે તેમ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.