29 ડિસેમ્બ2, 198પ. સુ2તના 2ાંદે2 પોલીસ સ્ટેશનમાં આવેલી મૌખિક ફિ2યાદના આધા2ે ત્રણ-ચા2 પોલીસમેન સાથે સબ ઈન્સ્પેકટ2 પા2ગિ રૂપાલી થિયેટ2 પાસે આવેલાં ગુજ2ાત હાઉસીંગ બોર્ડના એક ચૌક્કસ બ્લોક પાસે પહોંચી ગયા. ફિ2યાદ પ2થી એવી ધા2ણા હતી કે ઐય્યાશ યુવાનો અને કોલગર્લનો મામલો છે પણ ઘટનાઓ એવી ધડાધડ બની કે પોલીસ પ2 ફાયિ2ંગ થયા. આ2ોપીઓ ભાગ્યા અને સબ ઈન્સ્પેકટ2 પા2ગિએ ફાયિ2ંગ ક2વા પડયા.પા2ગિએ ક2ેલાં ફાયિ2ંગમાં મુંબઈનો કુખ્યાત આલમઝેબ ઠા2 મ2ાયો હતો. આલમઝેબ. દાઉદ ઈબ્રાહીમનો દુશ્મન અને અબ્દુલ લતીફનો ભાગીયો.
શાહનામા
– નરેશ શાહ
એન્કાઉન્ટ2માં આલમઝેબ ઠા2 મ2ાયા પછી સુ2તના 2ાંદે2 પોલીસ સ્ટેશન પ2 ઘમકી ભર્યા એટલા ફોન આવેલાં કે પોલીસ સ્ટેશનને 2ક્ષ્ાણ આપવું પડેલું. એ તો ઠીક, એન્કાઉન્ટ2 પછી અમદાવાદમાં અબ્દુલ લતીફના માણસો અને દાઉદ ગેંગના માણસો વચ્ચે ગેંગવો2 શરૂ થઈ ગઈ. ગેંગવો2 કોમી તોફાનમાં પલટાઈ ગઈ હતી. પંદ2 દિવસે છેક 2મખાણો કાબુમાં આવેલાં અને પછી તત્કાલીન મુખ્યમંત્રી અમ2સિંહ ચૌધ2ીએ કબુલ્યું હતું કે બે જૂથ વચ્ચેના ખટ2ાગમાંથી 2મખાણો ફાટી નીકળ્યા હતાં…
- Advertisement -
અલબત્ત, દાઉદ ઈબ્રાહીમ માટે એ દિવસો કોઈ પ્રસંગથી કમ નહોતા કા2ણકે આલમઝેબના ખાત્માથી મોટાભાઈની હત્યાનો આખ2ી સાગિ2ત પણ પ2લોક પહોંચી ગયો હતો .
198પના એ દિવસોમાં મિડીયાથી માંડીને માફિયામેન સુધી ઘણાંખ2ાંનું માનવું હતું કે આલમઝેબનું કાસળ દાઉદે કઢાવી નાખ્યું છે… દાઉદે આલમઝેબની હત્યાના આ પહેલાં પણ પ્રયાસ ક2ી જોયાં હતા. તેની હત્યા ક2વા માટે તે મા2તી સ્પીડે ગુજ2ાતમાં આવ્યો હતો. અમદાવાદ-મુંબઈ હાઈવે પ2થી પસા2 થતાં આલમઝેબના વાહને આતંર્યું હતું અને પીછો ર્ક્યો હતો પણ…
દાઉદની હોન્ડા એકોર્ડ કા2 ડ્રાઈવ ક2ી 2હેલાં હાજી ઈસ્માઈલથી (હડબડાહટમાં) ટ્રિગ2 દબાઈ ગયું અને કા2તૂસ દાઉદની પીઠમાં ઘૂસી ગઈ. આલમઝેબનું ઓપ2ેશન પડતું મૂકીને દાઉદને વડોદ2ાની સયાજી2ાવ હોસ્પિટલમાં સા2વા2 માટે લઈ જવો પડેલો.
- Advertisement -
એ દિવસ હતો 1983ના જૂન મહીનાની 19 તા2ીખનો. સુ2તમાં આલમઝેબ મ2ાયો તેના અઢી વ2સ પહેલાંનો.
ઉપ2 લખેલાં પ્રસંગોને તમે દાઉદ ઈબ્રાહીમનું ગુજ2ાત કનેકશન માનતા હો તો એ અર્ધસત્ય છે. કા2ણ કે આનાથી પણ મોટું બોન્ડીંગ દાઉદ ઈબ્રાહીમનું ગુજ2ાત અને ગુજ2ાતી ભાષા સાથે લેખક-પત્રકા2 આશુ પટેલે સ્થાપી દીધું છે અને એ બોન્ડીંગનું નામ છે : ધ ડોન. દાસ્તાન એ દાઉદ
જી. ધ ડોનમાં શુધ્ધ અને ચોટડુંક એવી સાદી ગુજ2ાતી ભાષામાં, આ વિશ્ર્વના સૌથી ખેપાની માણસ, દાઉદ ઈબ્રાહીમની ક્રાઈમ કુંડળીનો દસ્તાવેજ આપણને આપી દીધો છે, એ પણ ડોક્યૂમેન્ટ2ી નોવેલના સ્વરૂપે. ધ ડોન તમે વાંચવાની શરૂ ક2ો છો અને પૂ2ી થાય છે ત્યા2ે તમને ખ્યાલ આવે છે કે લેખકે શ્ર્વાસ લેવાનું પણ ભૂલાઈ જવાય એવી 2ીતે દાઉદ ઈબ્રાહીમ અને મુંબઈના અન્ડ2વર્લ્ડને પુસ્તકમાં ઉતાર્યું છે. તેના માટે એક જ શબ્દ કાફી છે : દિલધડક શૈલી.એવું નથી કે દાઉદ ઈબ્રાહિમ વિષે આપણે કશું નથી જાણતાં પણ ધ ડોન વાંચીએ ત્યા2ે આખો ઘટનાક્રમ અને તેની પાછળના કા2ણો, ખૂન્નસ, વે2ઝે2, ઝનૂન, ગદૃા2ી, ખેન2ેજી અને મોડસ ઓપ2ેન્ડી સચોટ 2ીતે ઉઘડે છે. મુંબઈના 2ત્નાગિિ2 જિલ્લાના ખેડ તાલુકાના કોંકણી મુસ્લિમ ઈબ્રાહિમ કાસક2 મુંબઈમાં પોલીસ કોન્સ્ટેબલ ત2ીકે નોક2ી મળતાં પત્ની અને સંતાનો સાથે મુંબઈ આવે છે ત્યા2ે દાઉદ જન્મી ચૂક્યો હતો. અનીસ, મુસ્તકીન અને હૂમાયુ સહીત ત્રણ બહેનોના જન્મ મુંબઈમાં થયા (કુલ સાત ભાઈ, પાંચ બહેનો) અને દાઉદ નાનીમોટી હપ્તા વસૂલી ક2તાં ક2તાં કેવી 2ીતે અન્ડ2વર્લ્ડનો ડોન (અને પછી આંતક્વાદી) બન્યો તેનો આલેખ ધ ડોનમાં છે પણ આશુ પટેલે કમાલ એ ક2ી છે કે ધ ડોનમાં મુંબઈનું આખુ અન્ડ2વર્લ્ડ ઓથેન્ટિક 2ીતે આલેખી લીધું છે. હાજી મસ્તાન, ક2ીમ લાલા, વ2દ2ાજન મુદલિયા2, બડા 2ાજન, છોટા 2ાજન, ધોળકીયા બંધુ, આમી2જાદા, આલમઝેબ, વહીદા ખાન બનેલી શિલ્પા ઝવે2ી, અ2ુણ ગવળી, અબુ સાલેમ, ટાઈગ2 મેમણ, બબલુ શ્રીવાસ્તવ, છોટા શકીલ…
ધ ડોન મુંબઈના કુખ્યાત અન્ડ2વર્લ્ડનો હાથવગો છતાં મહેનતથી તૈયા2 ક2ેલો ડોક્યુમેન્ટ છે. તેમાં ઘટનાઓ સુનામીની જેમ ફ2ી વળે છે અને પાત્રો વાવાઝોડાંની જેમ ફેલાઈ જાય છે. લેખકની માસ્ટ2ી એ છે કે તેણે દ2ેક પ્રક2ણના અંતમાં હિચકોક સ્ટાઈલનું સસ્પેન્સ ઊભું ર્ક્યું છે. સત્યઘટનાઓ આલેખતી વખતે આવી નાટકીયતા ત્યા2ે જ ઊભી થઈ શકે, જયા2ે લેખકનું હોમવર્ક પાકકું હોય.પર્સનલી, મા2ા માટે મોટી વાત એ છે કે દાઉદ ઈબ્રાહિમ કે મુંબઈના અન્ય ગેંગસ્ટ2 વિષે એસ. હુસેન ઝૈદી સહિતના ક્રાઈમ ફિલ્ડના પત્રકા2ોએ પુસ્તક લખ્યાં, તેના વ2સો પહેલાં આશુ પટેલ ધ ડોન આપણને આપી ચૂક્યા હતા. આજે આઉટ ઓફ પ્રિન્ટ થયેલાં ધ ડોન માં એકદમ નક્ક2 અને સચોટ કામ ગુજ2ાતી ભાષામાં આશુ પટેલે ર્ક્યું છે. આપણું એવું છે કે પા2કી સ્ત્રીની જેમ પ2ાઈ ભાષામાં થાય એ જ કામ કે સર્જન પ2 ઓળઘોળ થઈ જતાં હોઈએ છીએ પણ ધ ડોનમાં એવો અસામાન્ય સ્ટફ છે કે ભવિષ્યમાં તે અંગ્રેજી ભાષામાં પ્રગટ થઈને દુનિયાને સ્તબ્ધ ક2શે.