તાલાલાના ચિત્રોડ ગામની ચકચારી ઘટનાના
દર 15 દિવસે તાલાલા પોલીસમાં હાજરી આપવા ફરમાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામ પાસે અમદાવાદ નાં સનાથલ ગામના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર લુંટ-હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ નાં ચકચારી બનાવનાં મુખ્ય આરોપી ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત છ શખ્સોને વેરાવળ કોર્ટે જામીન ઉપર મુક્ત કર્યા છે. તાલાલા ન્યાય કોર્ટે દેવાયત ખવડ સહિત સાત આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા દેવાયત ખવડ સહિત સાત આરોપીઓએ વેરાવળ ડિસ્ટ્રિક સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જે કોર્ટે મંજૂર રાખી તમાંમ આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે.દેવાયત ખવડ ના એક લાખનાં બોન્ડ અને અન્ય છ આરોપીઓના 25 હજારનાં બોન્ડ તથા આરોપીઓએ સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લામાં પ્રવેશબંધી તથા દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી આકરી શરતો સાથે જામીન મંજૂર કરવામાંઆવ્યાછે.



