ખાદ્ય ખર્ચમાં ફકત 0.5%નો વધારો : પર્સનલ કેર ખર્ચ 9.9% વધ્યો
કુટુંબદીઠ શરાબ પાછળનો ખર્ચ 12 વર્ષનો સૌથી વધુ 15.7% વધ્યો
તબીબી ખર્ચમાં પણ 17.4%નો વધારો : મનોરંજન હવે ઘરમાં સમાયુ : આઉટ ડોર ખર્ચ ઘટ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હજું હાલમાંજ એક ખબર આવ્યા કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વર્ષે રૂા.15000 કરોડથી વધુનો શરાબનો ગેરકાનુની ધંધો છે અને તેમાં બુટલેગરથી પોલીસ અને પોલીટીશ્યનો સૌ કમાય છે પણ દેશનું ચિત્ર જુદુ છે. એક માત્ર ગુજરાત જ ડ્રીમ સ્ટેટ છે. બિહાર પણ ધીમે ધીમે ‘ભીનુ’ બનવા લાગ્યુ છે. તે સાથે રાષ્ટ્રીય સર્વેમાં માહિતી મળી છે. 2024ના નાણાકીય વર્ષમાં દેશમાં હાઉસ હોલ્ડ- શરાબનો ખર્ચ 15.7% વધી ગયો છે જે 2022 બાદનો સૌથી વધુ છે. જો કે શરાબ અને સ્વાસ્થ્ય બન્ને સાથે સાથે ચાલી શકે નહી પણ દેશમાં તેઓ ખર્ચમાં તો તાલ મીલાવે જ છે. સરકારે જ જાહેર કરેલા આંકડા પરથી રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
2024ના નાણાકીય વર્ષમાં દેશમાં હાઉસહોલ્ડ એટલે કે કુટુંબ દીઠ શરાબનો ખર્ચ 15.7% વધ્યો છે તો બીજી તરફ હેલ્થ એટલે કે આરોગ્ય પાછળનો ખર્ચ 17.4% વધ્યા છે. જે 12 વર્ષનો સૌથી વધુ છે.
2023ના નાણાકીય વર્ષમાં તે 7.2% વચ્ચે હતો જે આરોગ્ય ખર્ચ વધ્યો છે. તેમાં દવા-હોસ્પીટલ અને તબીબોની ફીનો સમાવેશ થાય છે. જેમાં સતત વધારો થયો છે. આમ દેશના લોકો દવા અને દારૂ બન્નેને સાથે રાખવા લાગ્યો છે. જયારે ખાદ્ય અને નોન-આલ્કોહોલીક એટલે કે શરાબ સિવાયના પીણા પાછળનો ખચ 5% વધ્યો છે. જયારે કપડા અને ફુટવેર પાછળનો ખર્ચ ઘટયો છે. ખાદ્ય અને નોન-આલ્કોહોલીક પીણા પાછળનો વધેલો ખર્ચ લોકોની લાઈફ સ્ટાઈલ બદલઈ છે તે દર્શાવે છે.
આવકનુ પ્રમાણ વધ્યુ છે. લોકો ખાદ્ય પર ઓછો અને ‘શોખ’ પાછળ વધુ ખર્ચ કરે છે અને પર્સનલ ગુડસ સર્વિસ એટલે કે વ્યક્તિગત રીતે સારસંભાળ અને કોસ્મેટીક તથા અન્ય ખર્ચ 9.9% વધ્યા છે. જે 2015 બાદ સૌથી વધુ છે. જો કે ભારતમાં મનોરંજન હવે ડિજીટલ અને ડ્રોઈંગરૂમ પુરતુ મર્યાદીત થયુ છે તેથી સાંસ્કૃતિક અને સામાજીક કાર્યક્રમો, શો વિ. પાછળનો ખર્ચ ઘટયા છે. જે 4.1%નો ઘટાડો દર્શાવે છે પણ ચિંતા પરના ખર્ચમાં ઘટાડાની છે. ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રમાં તે અડધો જેટલો એક દશકામાં થયો છે. સરકાર લોકોનો ખર્ચ વધે અને તે રીતે ઉત્પાદન તથા ઈન્ડસ્ટ્રીઝ તથા રોજગારને વેગ મળે તે જોવા માંગે છે અને આ વર્ષના તમામ ડેટા તા.30 મે ના જાહેર થશે.