નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા વગેરે વિરૂદ્ધ પૂજારી સમાજમાં ભયંકર આક્રોશ
ઢાંકેચા, હરદેવસિંહ, પરષોત્તમ સાવલિયા અને વિજય સખિયાએ પૂજારીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા શબ્દયુદ્ધ દરમિયાન પૂજારી સમાજ વિશે ટિપ્પણી કરવી નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખિયાને ભારે પડી શકે છે. સહકારી ક્ષેત્રના શબ્દ યુદ્ધમાં યેનકેન પ્રકારે પૂજારી – સાધુ સમાજને ઢસળીને સમગ્ર સમાજની લાગણી દુભાવવામાં આવી છે. આ સમગ્ર મામલે પૂજારી સમાજ રોષે ભરાયો છે અને નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખિયા વિરુદ્ધ બદનક્ષી સહિતની ફરિયાદ નોંધવા કાર્યવાહી આરંભી ચૂક્યો છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ હાકલા પડકારા કરી વિરોધીઓને મેદાન ખુલ્લું છે આવી જવા આહ્વાન કર્યું હતું. જયેશ રાદડિયાએ નામ લીધા વગર પાંચ જણાની ટોળકીએ બેંક અને સંઘનું વાતાવરણ ખરાબ કર્યું હોવાનું કહ્યું હતું ત્યારે તેનો જવાબ આપવા ઢાંકેચા, જાડેજા, સાવલિયા, સખિયાએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, રાદડિયા રાજકારણી છે તો અમે કોઇ મંદિરના પૂજારી નથી. નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખિયાએ પોતાના નિવેદનમાં પૂજારી – સાધુ સમાજનું અપમાન કર્યું હતું. ખુદને રાજકારણીઓ કહેડાવવા માટે પૂજારી સમાજને નીચો દેખાડ્યો હતો. જેથી પૂજારી સમાજ દ્વારા નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં ઢાંકેચા, જાડેજા, સાવલિયા, સખિયા વિરુદ્ધ પૂજારી સમાજે પોસ્ટ ફરતી કરી
નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખિયાએ એક નિવેદનમાં પૂજારી સમાજનું અપમાન કર્યું છે. પૂજારી સમાજ ઢાંકેચા, જાડેજા, સાવલિયા, સખિયાના નિવેદનથી નારાજ છે હવે પૂજારી સમાજના કેટલાક આગેવાનોએ નીતિન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોત્તમ સાવલિયા, વિજય સખિયા વિરુદ્ધની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી કરી છે અને તેમના વિરુદ્ધ બદનક્ષી સહિતની ફરિયાદ નોંધાવવા તેમજ ઠેરઠેર આવેદનપત્ર આપવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. કારણ કે, ભવિષ્યમાં ફરી કોઈ પોતાના વ્યક્તિગત મામલામાં પૂજારી સમાજને બદનામ કરવાની કોશિશ ન કરે. આ સાથે જ પૂજારી સમાજ રાજકારણ અને સહકારી ક્ષેત્રના શબ્દ યુદ્ધમાં પૂજારી સમાજને કારણ વિના વચ્ચે ન ઢસેળવા જણાવી રહ્યું છે.
રા.લો.માં રાદડિયા જૂથનો દબદબો
- Advertisement -
સહકારી સાવજની ગર્જનાનું પરિણામ: રા.લો.માં P.H. પેઢડિયાની નિયુક્તિ
રા.લો. સંઘમાં ફરી રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. થોડા દિવસો પૂર્વે જ રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં બેંકના ચેરમેન એવા સહકારી સાવજ જયેશ રાદડિયાએ વિરોધીઓ વિરુદ્ધ ગર્જના કરી હતી, અલબત્ત આ ગર્જનાનું પરિણામ હાલમાં મળેલી રા.લો. સંઘની સભામાં જોવા મળ્યું છે. બેંક અને સંઘનું વાતાવરણ ખરાબ કરનારાને સીધા દોર કરવા રાદડિયા જૂથના ખાસ ગણાતા પી.એચ. પેઢડિયાની રા.લો. સંઘની વ્યવસ્થાપક કમિટીમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. હવે તેઓ બેંકના ડિરેક્ટર તરીકે હાજર રહેશે તેમની નિયુક્તિને રા.લો. સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ આવકારી છે.