ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં જૂનિયર ક્લાર્કનાં પેપર લીક કાંડ બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અવાર-નવાર પેપર ફૂટવાની ઘટનાઓને લઈ વિપક્ષ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ રાજ્ય સરકાર પર આંકરા પ્રહાર કરી સરકારને ઘેરી રહ્યા છે ત્યારે વંથલી શહેર કોંગ્રેસ દ્વારા પણ રાજ્ય સરકારની પેપર લીક કાંડમાં વારંવાર થતી નિષ્ફળતાઓને લઈ ઝાટકણી કાઢી સખત શબ્દોમાં વખોડી કાઢી વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે સત્વરે રાજીનામું આપી દેવાની માંગ સાથે વંથલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પેપર ફૂટવાની ઘટનાઓને લઈ વંથલી કોંગ્રેસે આક્રમક રજૂઆત કરી
