ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
દેશના ભીડભાડવાળા અને મોટા સ્ટેશનો પર પૂછપરછ કાઉન્ટર નજીક રોબોટ તહેનાત કરવામાં આવશે. આ રોબોટ પ્લેટફોર્મ, ટ્રેનનો સમય અને ખાલી સીટની રિયલ ટાઇમ જાણકારી આપશે. રેલવે દ્વારા શરૂઆતમાં આ રોબોટને ભોપાલના રાની કમલાપતિ, મુંબઈના છત્રપતિ શિવાજી, ચેન્નઈ સેન્ટ્રલ, ત્રિવેન્દ્રમ અને પટના જંક્શન પર તહેનાત કરવામાં આવશે.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આ યોજના પર કામ ચાલી રહ્યું છે. રોબોટ બનાવતી કેટલીક કંપનીઓના પ્રેઝન્ટેશન બાદ અંતિમ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. રોબોટનું નામ ‘સાથી’ હશે.
- Advertisement -
શરૂઆતમાં 7 રોબોટનું પરિક્ષણ કરવામાં આવશે. તેના પ્રોગ્રામિંગમાં ટ્રેનોની જાણકારી, જીપીએસ લોકેશન હિન્દી, અંગ્રેજી તથા પ્રાદેશિક ભાષાઓમાં અપલોડ કરવામાં આવશે. પાણીનો વેડફાટ રોકવા માટે રેલવે હવે બોટલમાં એક લીટર નહીં પણ અડધો લીટર પાણી આપશે. જરૂરત પડશે તો વધુ અડધો લીટર પાણી અપાશે. આ વ્યવસ્થા રાજધાની, શતાબ્દી અને વંદે ભારત ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે.