સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવા માટે પ્રભાવકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે – જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.16
છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાઇ રહેલ ’વિકાસ સપ્તાહ’ અન્વયે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લાના ઈન્ફ્લૂએન્સર્સ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. જિલ્લાના પ્રભાવકો (ઈન્ફ્લૂએન્સર્સ) સાથે ’વિકાસ સપ્તાહ’ દરમિયાન કરેલા વાર્તાલાપ અને તે અંતર્ગત આપેલી સમજની ફલશ્રુતિરૂૂપે અને પ્રભાવકોને તેમના કરેલા કાર્યને પણ અનુમોદન મળે તે માટે આ બેઠકનું આયોજન કરાયું હતું.
- Advertisement -
જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે જિલ્લાના પ્રભાવકો સાથે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પહોંચે તે માટે અને આ યોજનાઓ દ્વારા જનસામાન્યના જીવનમાં પરિવર્તન આવે તે માટે રાજ્ય સરકારે ઉઠાવેલા વિવિધ પગલાંઓ અને સિદ્ધિઓની વાત પ્રભાવકો સમક્ષ રજૂ કરી હતી. જિલ્લા કલેકટરએ છેલ્લા અઠવાડિયા દરમિયાન વિવિધ પ્રભાવકો સાથે થયેલી મુલાકાત અને આ મુલાકાતોના રિલ્સ કે વીડિયોરૂપે તેમણે કરેલી પોસ્ટનો કેવો રિસ્પોન્સ કે પ્રતિભાવ આવ્યો છે, તે બાબતે જિલ્લાના પ્રભાવકો સાથે વન-ટુ-વન વાત કરી હતી અને તેને કઈ રીતે વધુ ઉપયોગી બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.