By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    2 days ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    2 days ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    4 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?
    3 minutes ago
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    22 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    22 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    22 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
    11 minutes ago
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    2 days ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    2 days ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    2 days ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    22 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    4 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    5 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    6 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’
ગુજરાત

દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 5:36 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2012થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80 હજાર જેટલા કાચબાઓનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડાયા

દરિયાઇ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં બે સ્થળો ઓખામઢી (જૂની) તેમજ નાવદ્રા ખાતે કાર્યરત છે હેચરી
હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી લઇ આરએફઓ સુધીનો સ્ટાફ મેન્ટેનન્સ અને દેખરેખ માટે સતત કાર્યરત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા, તા.24

દરિયાઈ જીવ સૃષ્ટિના ઢાલબદ્ધ સભ્ય એવા કાચબાનું માત્ર જૈવિક સંપદા રૂપે જ નહી, પણ પૌરાણિક કથાઓમાં મહાત્મ્ય છે. શાસ્ત્રોમાં પણ ભગવાન વિષ્ણુએ બીજો અવતાર કુર્મના રૂપમાં એટલે કે કાચબાના રૂપમાં લીધો હતો. આમ, આપણા પુરાણોમાં કાચબાઓનું વિશેષ મહાત્મ્ય છે. કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવા અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન્ન કરવાના ઉમદા ઉદેશ્ય સાથે દર વર્ષે 23 મેના રોજ “વિશ્વ કાચબા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ 7 પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ 5 પ્રજાતી જોવા મળે છે. તેમજ ગુજરાતના દરિયામાં 4 પ્રજાતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે “લીલા કાચબા” અને “ઓલીવ રીડલી કાચબા”ની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2012થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80 હજાર કાચબાનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડવામાં આવ્યા છે.

દરિયાઇ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં બે સ્થળો ઓખામઢી (જૂની) તેમજ નાવદ્રા ખાતે હેચરી આવેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓના બચ્ચાઓના ઉછેર માટે કૃત્રિમ માળાઓ તૈયાર કરવામાં આવ્યા હોય તે વિસ્તારને હેચરી કહેવાય છે. હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી લઇ આરએફઓ સુધીનો સ્ટાફ મેન્ટેનન્સ અને દેખરેખ માટે સતત કાર્યરત હોય છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી નિલેશ બેલાના જણાવ્યા અનુસાર વર્ષ 2012- 13માં ઓખા ખાતે હેચરી શરૂ કરવામાં આવી છે. દરિયા કિનારે રેતીમાંથી ઈંડા શોધીને તેને હેચિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે. આપણે અહીં. લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા જોવા મળે છે. જો કે ઓલિવ રીડલી કાચબાની સંખ્યા 2 ટકા જેવી છે.
આપણે અહીં દરિયા કિનારે લીલા કાચબા વધુ ઈંડા મૂકવા માટે આવે છે. કારણ કે અહીંનું વાતાવરણ, રેતીનો યોગ્ય પ્રકાર તેમજ અહીંનું તાપમાન એને સૌથી વધુ અનુકૂળ આવે છે તેમજ તેમનો ખોરાક આલગી, દરિયાઈ ઘાસ છે અને આ ખોરાક અહીં તેને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. માટે તેને ગુજરાતનો દરિયા કિનારો વધુ અનુકૂળ રહે છે. માદા કાચબા દરિયા કિનારે રેતીમાં ઈંડા મૂકે છે. થોડો સમય રહે છે અને ફરી દરિયામાં ચાલ્યા જાય છે.

- Advertisement -

દરિયાઇ કાચબાઓ હાલમાં પણ આપણા માટે રહસ્યમય છે. જેનુ કારણ છે કે તે કોચલામાંથી બહાર નીકળી સમુદ્રમાં પહોંચી પુખ્ત બને તે ઘટનાચક્ર વિષે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે સ્થળે જન્મ થયો હોય તેજ કાંઠે માદા પુખ્ત બન્યા પછી ફરી ઇંડા મુકવા આવે છે. ફક્ત માદા કાચબા જ ઇંડા મૂકવા ધરતી પર આવે છે. આ માદા કાચબા સપ્ટેમ્બર થી લઇ એપ્રિલ સુધીમાં ઇંડા મુકવા ધરતી પર આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી લઇ હર્ષદ સુધીના દરિયા કાંઠાના વિસ્તારમાં માદા કાચબા ઇંડા મુકવા આવે છે.
તેઓ દરિયાકાંઠે રેતીમાં ખાડો ખોદી તેમાં 80 થી 160 ઇંડા મુકી ફરીથી તેઓ રેતીથી ઢાંકી દે છે. આ ઇંડાને સુરક્ષીત રાખવા માટે તેને વન વિભાગના કર્મચારીઓ ઓખાથી લઈ હર્ષદ સુધી દરરોજ સવારે આવા દરિયાઈ વિસ્તારની રેતીને ફંફોળીને ખાડામાંથી સલામતી સાથે ઈંડાને એક પાત્રમાં ભરીને કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી તેમજ કાચબા ઉછેર કેન્દ્ર નાવદ્રા ખાતે તૈયાર કરવામાં આવેલી હેચરી ખાતે પહોંચાડે છે. અને જ્યાં કૃત્રિમ માળામાં આ ઇંડાને 45 થી 60 દિવસ સુધી રાખવામાં આવે છે. લીલા કાચબાના ઈંડાને હેચિંગ કરવાની ખાસ જરૂર રહેતી નથી તેમને હેચિંગ સેન્ટર ખાતેની રેતીમાં રહેલા ભેજને કારણે તેનું હેચિંગ થતું હોય છે.

વર્ષ 2024- 25 ની અંદર કુલ 83 માળા લાવવામાં આવ્યા છે. જેમાં 7891 ઈંડા લાવવામાં આવ્યા છે. જેમાંથી 6 હજાર જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે. વર્ષ 2012થી આજ સુધીમાં કુલ 1 લાખ 600 ઈંડા લાવવામાં આવ્યા છે. જેમાંથી અંદાજિત 80 હજાર જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે. આ જાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે જોવા મળતા લીલા કાચબા અને ઓલીવ રીડલી કાચબાની પ્રજાતિ વિશે માહિતી મેળવીએ.

લીલા કાચબા

લીલો કાચબો એ હકીકતમાં કથ્થાઈ ઢાલવાળો કાચબો છે, પરંતુ ઢાલની નીચેની ચરબી લીલા રંગની હોવાથી તે લીલા કાચબા તરીકે ઓળખાય છે. તે બધા સમુદ્રીય કાચબાઓ પૈકી એકમાત્ર તૃણાહારી કાચબો છે અને દરિયાઇ ઘાસ, લીલ અને વનસ્પતિ તેનો મુખ્ય ખોરાક છે.

ઓલિવ રીડલી કાચબા

ઓલીવ રીડલી કાચબો બધા સમુદ્રીય કાચબાઓમાં સૌથી નાનો છે. તેનું નામ તેની ઢાલ પર ઓલીવ રંગના હદય આકારના વિસ્તારોને કારણે પડયું છે. આ કાચબાઓમાં અરીબાડ (દરિયાકાંઠે કાચબાઓનું અચાનક આગમન) નામની આશ્ચર્યકારક ઘટના જોવા મળે છે. તેઓ બહુ મોટા સમુહમાં સમુદ્રકાંઠે ઇંડાઓ મુકવા અચાનક આવી ચડે છે. ભારતમાં ઓરીસ્સાના કાંઠે લાખો ઑલીવ રીડલી કાચબાઓ ઇંડાઓ મૂકવા અચાનક જ એક રાત્રી દરમિયાન આવી ચડે છે. દરિયાઇ કાચબાઓનું રક્ષણ કરવા આપણે સમુદ્રતટ પર કચરો નહી ફેંકવાનો, પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવાનો સંકલ્પ કરીએ. તેમજ દરિયાઇ કાચબાને નુકશાન કરતી કોઇપણ પ્રવૃત્તિઓ આપણા ધ્યાન પર આવે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, મરીન નેશનલ પાર્ક – દ્વારકા તેમજ મુખ્ય વન સંરક્ષકશ્રી, મરીન નેશનલ પાર્ક – જામનગરનો સંપર્ક કરીએ.

You Might Also Like

યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક

નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

પાળ ગામે જખરાપીર દાદાની જગ્યામાં શ્રીરામચરિતમાનસ રામ પારાયણ કથા

અઈંથી હૃદયના અનિયમિત ધબકારા તરત પકડાશે !

TAGGED: DWARKA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રાના રાજસિતાપુર ગામ નજીક સરકારી જમીન પર પાક્કું બાંધકામ!
Next Article પાકિસ્તાનમાં કોરોનાથી અઠવાડિયામાં 4નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

યુદ્ધ વચ્ચે ઓઈલ-ગેસ બાદ હવે દવાઓ પર સંકટ, ભારતનું ટેન્શન વધ્યું, અધિકારી શું કહે છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
સૂર્યકુમાર યાદવ બાદ કોને બનશે ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન? નામ જાણીનો ચોંકી જશો!
ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબી

નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?