ગીર સોમનાથ સમગ્ર વિશ્વમાં આજે વિકાસ સાથે તેની આડપેદાશ તરીકે પ્રદૂષણની વિકટ અને ગંભીર સમસ્યાએ આકાર લીધો છે. આ સમસ્યાઓને નાથવા માટે અનેક નૂતન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. વાયુ પ્રદૂષણ ઘટાડવાનો આવો જ એક ઉપયોગ વાહનોમાં સીએનજીનો વપરાશ વધારવાનો છે. આ ઉપક્રમમાં આજે કલેક્ટર ડી.ડી.જાડેજાએ તાલાલા બાયપાસ ચાર રસ્તા ખાતેથી સીએનજી ઓટો રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ અવસરે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, પ્રદૂષણનો એકમાત્ર વિકલ્પ સીએનજી અને પીએનજીનો ઉપયોગ વધારવાનો છે. લોકોમાં સીએનજી વપરાશ માટેની જાગૃતતા વધે અને તે વ્યાપક પ્રચલનમાં મૂકાય તે માટે આજે આઈ.આર.એમ એનર્જી દ્વારા રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપયુક્ત છે. વધુમાં જણાવ્યું કે, આ રેલી દ્વારા લોકોમાં પર્યાવરણ સાનુકૂળ એવા ઈંધણના વપરાશ અંગે લોકોમાં જાગૃતિ વધે તો આ રેલીનો હેતુ સાર્થક થયેલો ગણાશે.
તાલાલા બાયપાસ ચાર રસ્તા ખાતેથી CNG ઓટો રેલીને ફ્લેગ ઑફ્ કરાયું

Follow US
Find US on Social Medias