ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 05/05/25 થી 15/05/25 સુધી 11 દિવસ કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક સરગમ લેડીઝ ક્લબના ઉપક્રમે ફકત બહેનો માટે સમર ક્લાસીસનો સમાપન સમારંભ યોજાયો હતો. સમર ક્લાસમાં જે ટીચર્સ આવેલ કિંજલબેન પીઠડીયા, રાગીણીબેન રાય, ફોરમબેન ભીંડોરા, રાધિકાબેન મકવાણા, આરુષિબેન શાહ, રીનાબેન કાટ્રોડિયા, રિધ્ધીબેન મહેતા,નીતાબેન કામદાર, હેમાબેન ગઢીયા, અનીતાબેન ચૌહાણ આ તમામ બહેનોને મહેમાનો દ્વારા આકર્ષણ સર્ટીફીકેટ તેમજ બાણ લેબ્સ કંપની દ્વારા મોમેન્ટો તેમજ ગીફટ વાઉચર આપવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ બહેનોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં. આ સમર કેમ્પમાં ધ કો.ઓપ. બેંક ઓફ રાજકોટ લી., બાન લેબ્સ કંપની, રાધિકા જવેલર્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, જોહર કાર્ડ્સ, રાજકોટ કેળવણી મંડળ, કમલભાઈ ધામી, રાજદીપસિંહ જાડેજા નો સહયોગ મળ્યો હતો.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન શાહ, ડો. માલાબેન કુંડલિયા, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, હેતલબેન થડેશ્વર, વૈશાલીબેન શાહ તેમજ લેડીઝ ક્લબના કમીટી મેમ્બરએ જહેમત ઉઠાવી.



